Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 345
________________ તેથી સાંવત્સરીને દિવસે પણ તે આહારને ત્યાગ કરી શકે નહીં. તેથી ગોચરીમાં જે કંઈ મળ્યું તે બધું તેણે પિતાના ગુરુને બતાવ્યું. ત્યારે ગુરૂદેવ તે જોઈને તેનાં પાત્રમાં ઘૂંકયા. તેથી તેને પિતાની જાતને ઘણી નિંદી અને વિચાર કર્યો, “હું કેટલું બધું ધિકકારને પાત્ર છું કે જેથી આજે સંવત્સરી પવની આરાધના કરવાને પણ અસમર્થ નિવડ છું. ” આ પ્રમાણે આત્મનિંદા કરતા, તેને શુભાધ્યવસાયને પ્રભાવે તેનું આવરણ કરતા કર્મોને ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ તેની પરિણામિકી બુદ્ધિનું ફળ હતું. ૧૦ અમાપટ્ટાન્તઃ અગીયારમું અમાત્યપુત્રનું દૃષ્ટાંત-દીર્ઘ પૃષ્ઠ રાજાએ વરધનું નામના અમાત્યપુત્રને બ્રહ્મદત્તના વિષયમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તે પ્રશ્નોને જવાબ તે વરધનુએ એ રીતે આપ્યો કે જેથી દીર્ઘ પૃષ્ઠ તે વાત સમજી શક્યો નહીં કે અમાત્યપુત્ર મારી વિરૂદ્ધ છે. આ રીતે વરધનુએ પિતાની પારિણામિકી બુદ્ધિથી બ્રહ્મદત્તનું રક્ષણ કર્યું છે ૧૧ છે ચાણક્યકાન્તઃ બારમું ચાણક્યદષ્ટાંત–ચાણકયે આ પ્રકારની ઘોષણા કરાવી કે દરેક પ્રજાજન એક જ દિવસે જન્મેલ પાંચ પચીશ (પ૨૫) ઘેડા, પાંચસે પચીશ (પર૫) ભેસે, પાંચસો પચીશ (૫૨૫) બળદે અને પાંચસો પચીશ (૫૨૫) કૂતરાઓ આજે મધ્યાહ્ન પહેલાં લાવીને હાજર કરે, નહીં તે દરેકને સોસ સેનામહોરોને દંડ ભરવો પડશે. આ પ્રકારની આજ્ઞાથી તેણે પિતાના ભાંડાગારને દ્રવ્યથી ભરી દીધું. આ તેની પરિણામિકી બુદ્ધિને પ્રભાવ છે ૧૨ શ્રી નન્દી સૂત્ર ૩૩૮

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350