Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 344
________________ શ્રાવકષ્ટાન્તઃ આઠમુ' શ્રાવકદૃષ્ટાંત-કેાઇ એક શ્રાવકને પરસ્ત્રી ગમનના ત્યાગનું' વ્રત હતું. એક દિવસ જ્યારે તેમણે તેમની પત્નીની સખીને જોઈ તો તેના પ્રત્યે તેમના ચિત્તમાં વિકાર ભાવ થયા. જ્યારે તેમની પત્નીએ આ વાત જાણી ત્યારે તેમણે તેમને મધુર વચના દ્વારા ખૂબ સમજાવ્યાં પણ તે સમજ્યાં જનહીં એક રાત્રે તેમની પત્નીએ તેને આધ આપવા માટે પેાતાની સખીના વષ લીધે અને પછી તે પતિની પાસે ગઈ. તેને જોતા તેજ ક્ષણે તે શ્રાવકને પરસ્ત્રી ત્યાગના વ્રતની યાદ આવી. તેના પ્રભાવે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પોતાના પતિને પશ્ચા ત્તાપ કરતા જોઈને તે સ્ત્રીએ કહ્યું, “નાથ! હું સખી નથી, હું તે આપની જ પત્ની છું. ” ત્યાર પછી તે ગુરુની પાસે પહેાંચ્યા અને પોતાનાથી પરસ્ત્રી ત્યાગ રૂપ વ્રતમાં મન:સંકલ્પને કારણે ઉત્પન્ન થયેલ દોષને માટે તેમની પાસે પ્રાયશ્ચિત માગ્યું. આ શ્રાવકની પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે ! ૮ ૫ ,, અમાત્યષ્ટાન્તઃ નવસુ અમાત્યષ્ટાંત-ધનુ નામના કાઇ મંત્રીએ પેાતાના રાજાના પુત્ર બ્રહ્મદત્તના રક્ષણ ને માટે એક સુરંગમા ખાદાવ્યા તે માગે તે બ્રહ્મદત્તને અહાર લઈ ગયા. આ મંત્રીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. ।। ૯ । શ્રી નન્દી સૂત્ર ક્ષપકષ્ટાન્તઃ દસમું' ક્ષેપક સાધુનું દૃષ્ટાંત-કાઈ એક સાધુ ક્રોધના આવેગમાં મરવાને કારણે સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને ફરીથી શુભકમના ઉદ્દયથી તે કોઇ રાજકુળમાં પુત્ર રૂપે અવતર્યાં. ત્યાં તેને મુનિરાજના ઉપદેશ સાંભળવાના અવસર મળ્યા. તેથી તે સ ંસારથી વિરક્ત થઈ ગયા, અને દિક્ષા અંગીકાર કરી લીધી. સુકુમાર શરીર હાવાને કારણે તે યાગ્ય રીતે તપશ્ચર્યા કરવાને અસમર્થ હતા. ૩૩૭

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350