Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 342
________________ દેવીદષ્ટાન્તઃ ચિોથું દેવી દષ્ટાંત-પુષ્પવતી નામે એક સ્ત્રી હતી. તેણે સંસાર, શરીર અને ભેગથી વિરક્ત થઈને ભગવતી દીક્ષા લીધી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલોકમાં દેવી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અવધિજ્ઞાનથી પિતાના પુત્ર અને પુત્રીનો અનુચિત સંબંધ જાણીને વિચાર કર્યો-“આ લોકે વિષય સેવનની મૂચ્છથી કેટલા બધા મૂછિત થયાં છે કે તેઓ એટલું પણ સમજી શકતા નથી કે અમે બન્ને કેણ છીએ? અને શું કરી રહ્યાં છીએ? આ લેકની અવશ્ય દુર્ગતિ થશે. તેથી આ પરિસ્થિતિમાં તેમને સમજાવવાની મારી ફરજ છે કે જેથી તેઓ સમાગે વળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે બન્નેને રાત્રે સ્વપ્નમાં નરક અને નિગદનાં દુઃખોનું દર્શન કરાવ્યું. એ દુઃખો જોઈને તે બન્નેનાં ચિત્તમાં ઘણી ભારે ચિન્તા પેદા થઈ. તેમણે વિચાર કર્યો કે આપણી આ દુઃખોમાંથી કેવી રીતે છુટકારો થશે ? બીજે દિવસે તે દેવીએ રાત્રે સ્વપ્નમાં તેમને સ્વર્ગલોકનાં સુખ બતાવ્યાં. એ સુખેને જોઈને તેઓ મુગ્ધ થયાં, અને ધર્માચાર્યની પાસે જઈને તેમણે તેમને પૂછ્યું, “મહારાજ ! આપ એવો ઉપાય બતાવો કે જેથી જીવને નરક ગતિ પ્રાપ્ત ન થાય અને સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય.” આચાર્યે તેમની તે પ્રકારની જિજ્ઞાસા જાણુને સ્વર્ગની પ્રાપ્તિ માર્ગ બતાવતા તેમને ધર્મને ઉપદેશ આપે. અને તેમણે વિષયાદિકથી વિરકત થઈને એજ આચાર્યની પાસે જિન દિક્ષા અંગીકાર કરી અને સકળ દુખેથી સર્વથા રહિત એવા મેક્ષની પ્રાપ્તિ કરી છે ૪ ઉદિતોદયદષ્ટાન્તઃ પાંચમું હિતો દષ્ટાંત-પુરિમતાલ નામના નગરમાં ઉદિતેદય નામને રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ શ્રીકાન્તા હતું. તે બહુ જ સુંદર હતી. તેનાં રૂપ-સૌદર્યનાં વખાણ સાંભળીને વારાણસી નગરના કર્મરુચિ નામના રાજાએ સૈન્યને લઈને પરમતાલ નગરને ચારે તરફ ઘેરે ઘાલ્યો. નગરને ઘેરાયેલ જોઈને ઉદિતોદયે વિચાર કર્યો કે એક જીવની રક્ષા માટે સંગ્રામમાં નકામી શ્રી નન્દી સૂત્ર ૩૩૫

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350