Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્યું" હતુ ? ” તેમની આ વાત સાંભળીને એક હજામે કહ્યું કે મે તેના નખ કાપવા આદિ કાર્ય કર્યાં છે. મને અમુક શેઠની દાસી મેલાવીને લઈ ગઈ હતી અને તેણે મને તે પ્રમાણે કરવાનુ કહ્યુ' હતું. રાજપુરુષોએ એજ સમયે તે દાસીને ખેલાવી. તેને પૂછવામાં આવતા કાઈ જવાખ ન મળતાં તેમણે તેને મારવા માંડી. માર પડતાં જ તેણે જે કઈ મન્યુ હતુ તે મધુ સાચે સાચુ કહી દીધું. આ રાજપુરુષોની વૈનયિકીબુદ્ધિનુ ઉદાહરણ છે. ।। ૧૪ । ૫ આ ચૌદમું નીત્રોદકદૃષ્ટાંત સમાપ્ત ૫ ૧૪૫
વૃષભહરણાદિકઃ પંચદશો દ્દષ્ટાન્તઃ
બળદની ચારી, અશ્વનું મરણ તથા વૃક્ષથી પડવાનું આ પદરમું દૃષ્ટાંતકાઈ એક ગામમાં એક ગરીબ માણસ રહેતા હતા. તેની પાસે ખેતી કરવા માટે મળદ ન હતાં. તેથી તેણે પેાતાના મિત્રના બળદ લાવીને અને ખેતર ખેડીને અનાજ વાવી દીધું. પછી સાંજે તે એ બળદને પાછા આપવા પેાતાના મિત્રને ઘેર આવ્યે. જ્યારે તે એ બળદોને લઈને આન્યા ત્યારે તેના મિત્ર ભાજન કરતા હતા, તેથી તે એ બળદોની પાસે આવી શકયા નહી પણ તેણે બળદોને આવતાં અવશ્ય જોયા હતા, તેથી તે ગરીખ આદમી મિત્રને કઈ પણ કહ્યા વિના પેાતાને ઘેર ચાલ્યા ગયા. હવે એવુ' બન્યું કે તે બળદો પેાતાના માલિકની બેકાળજીથી બહાર ચાલ્યા ગયા. તે બળદોને અરક્ષિત હાલતમાં જોઈ ને ચાર તેમને કાઇ અજાણ્યે સ્થળે લઇ ગયા. જ્યારે ખળાના માલિકે બળદોને ગમાણ પાસે ન જોયા ત્યારે તે ઝડપથી તેના મિત્રને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે તે ગરીબ મિત્ર પાસે પોતાના ખળદો માંગ્યા. તેણે કહ્યું કે તમે જે બળદો મારી પાસેથી લઈ ગયા હતા તે મને પાછા આપેા. તે સાલળતાં જ મિત્રે કહ્યુ કે મળો તા તમારે ઘેર પહોંચાડી દીધાં છે, પણ મિત્રે તેની વાત માની નહીં અને બળદો શોધી લાવવાનુ` તને કહ્યું. ઘણી શેાધ કરવા છતાં પણ બળદો જડયાં નહી' કારણ કે તેમને ચાર લઈ ગયા હતો. તે કારણે તે અન્ને વચ્ચે ઝગડા પડ્યા. છેવટે બળદના માલિકે તેને ન્યાય મેળવવા
શ્રી નન્દી સૂત્ર
૩૨૭