Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 336
________________ ' * જઈને તે રિદ્ર પર પાત પેાતાની ફરિયાદ કરવા માટે કચેરીમાં ગયા. ત્યાં ત્યાંનાજ રાજકુમારે ફરિયાદો સાંભળી તેમનેા નિકાલ કરતા હતા. જ્યારે રાજ કુમારે આ લેાકાને કચેરીમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે તે બધાએ પાત પોતાની જે હકીકત હતી તે રજુ કરી. તે બધાની અલગ અલગ વાત સાંભળીને રાજકુમારે તે દરદ્રને પૂછ્યું, “કહેા, આ લેાકેાની તારી સામે આ, આ પ્રકારની ફરિયાદ છે, તે શું સાચી છે ? દરિદ્ર આદમીએ હાથ જોડીને તેમને કહ્યું, મહારાજ ! તે જે કંઇ કહે છે. તે સત્ય છે. આ પ્રમાણે કહીને તેણે જે જે ઘટનાઓ જે જે રીતે બની હતી તે બધી તે રાજકુમારને કહી સંભળાવી. તે સાંભળીને તે રાજકુમારના મનમાં તેને માટે ઉત્પન્ન થઈ. રાજકુમારે તેના મિત્રને કહ્યું, “ તે તમારા અન્ને બળદ આપવાને તૈયાર છે. પણ તમારે તેને તમારી બન્ને આંખેા કાઢી આપવી પડશે, કારણ કે જ્યારે તેણે તમારા દેખતાં જ તમારા અને ખળદેને તમારે ત્યાં છુટા મુકયા ત્યારથી જ તે તમારા ઋણથી મુક્ત થઈ ગયો ગણાય. જો તમે તે ખળો જોયા ન હોત તા તે, તે સમયે ઘેર ગયા ન હેાત. તેથી તેમાં તેના દોષ નથી, દોષ તમારી આંખાના જ છે. તે તેની સજા તમારી આંખાએ ભાગવવી જોઈ એ, તેણે નહી. તમે તમારા ખળદોની સંભાળ કેમ ન લીધી ?” આ રીતે તેને નિર્દોષ સાષિત કરવામાં આવ્યેા. યા આ બળદોના અપહરણનું દૃષ્ટાંત થયુ' (૧) હવે અશ્વના માલિકને આલાવીને રાજકુમારે કહ્યું, “હું આ માણસ પાસેથી તમને ઘેાડા અપાવીશ, પણ તે માટે તમારે તમારી જીભ કાપીને આપવી પડશે, કારણ કે જ્યારે તમે એવુ` કહ્યું કે : આ ઘેાડાને મારી અને રાકા” ત્યારે આ માણેસે તમારા ઘેાડાને ડડો માર્યાં, તો તેમાં અપરાધ તમારી જીભનાજ છે, આ માણસના નથી, તે તે નિર્દોષ છે. આ ઘેાડાના મરણનુ દૃષ્ટાંત થયુ' (ર). હવે નટલેાકેાના વારા આવ્યો. રાજકુમારે નટાને કહ્યુ', “ જુવા ભાઈ એ ! આ માણસની પાસે એવી કેાઈ ચીજ નથી કે જે તમને અપાવી શકાય. તા તમે આ પ્રમાણે કરો. જે પ્રમાણે આ માણુસ ગળામાં ફાંસો લગાવીને તમારા આગેવાન ઉપર પડયા, એજ પ્રમાણે તમારામાંથી કેઈ એક નટ ગળામાં ફ્રાંસે લગાવીને વૃક્ષ ઉપરથી તેના પર પડે. અમે તેને તે વૃક્ષ નીચે સૂવરાવીએ છીએ ” આ પ્રકારના તે રાજકુમારનાં વચન સાંભળીને તે બધા નટ ચૂપ થઈ ગયાં. અને તે બિચારા દરિદ્ર આદમી તેના અપરાધમાંથી મુક્ત થઈ ગયા. આ વૃક્ષની નીચે પડવાનુ` દૃષ્ટાંત થયું. આ બધાં રાજકુમારની વનયિકી બુદ્ધિનાં દૃષ્ટાંત છે. ૫ આ પંદરમું દૃષ્ટાંત સમાપ્ત । ૧૪ । શ્રી નન્દી સૂત્ર ૩૨૯

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350