Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 335
________________ માટે કચેરીમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે તે તેને કચેરીમાં લઈ જતો હતું ત્યારે માર્ગમાં તેને દુર્ભાગ્યે બીજી બે દુર્ઘટનાઓ નડી, જે આ પ્રમાણે છે–એક વ્યક્તિ ઘોડે સવાર થઈને તેની તરફ આવતી હતી. ઘોડે અચાનક ભયથી જેવો ઉછળ્યો કે તે સવાર ઉછળીને નીચે પડ્યો, અને ઘોડે નાસવા લાગ્યો. પિતાના ઘોડાને નાતે જોઈને તેણે, બળદોના માલિક સાથે કચેરીમાં જતા તે દરિદ્ર આદમીને કહ્યું –ભાઈ આ ઘેડાને મારે, અને જે પ્રકારે બની શકે તે પ્રકારે તેને રેકે. દરિદ્ર આદમીએ એવું જ કર્યું. દરિદ્ર પુરુષે ઘોડાને જે માર માર્યો તે તેને મર્મસ્થાને વાગવાથી, જે માર વાગ્યો કે સ્વભાવતઃ તે ઘોડે કેમળ હેવાથી એજ સમયે મરી ગયો. ઘોડાને મરી ગયેલો જોઈને ઘોડાના માલિકે તેના ઉપર ઘોડાની હત્યાને આરેપ મૂકો, અને આ પ્રમાણે તેઓ લડતા ઝગડતા જેવાં નગરની પાસે પહોંચ્યાં કે સૂર્ય અસ્ત થઈ ગયો. રાત્રે નગરમાં ન જતાં તેઓ નગરની બહાર જ કેઈ સ્થળ થોભી ગયાં. ત્યાં કઈ વૃક્ષની નીચે અનેક નટ પણ ઉતર્યા હતાં. તે બધાં ત્યારે સૂતાં હતાં. હવે આ બધી આપત્તિયોથી વ્યાકુળ બનેલ તે દરિદ્ર આદમીના મનમાં એવો વિચાર આવ્યો કે આ મુશ્કેલી વેઠવા કરતાં તે મરી જવું વધારે સારું, આ પ્રમાણે વિચાર કરીને તેણે વૃક્ષ પર ચડીને ગળે ફાંસો ખાવાની ચેજના કરી. જે વસ્ત્રને તેણે ફસે બનાવ્યું હતું તે જૂનું અને તદન જીર્ણશીર્ણ લેવાથી જે તે ગળામાં ફાંસે લગાવીને લટકા કે તેને ભાર સહન ન કરી શકવાને કારણે ફાંસા વાળું વસ્ત્ર તૂટી ગયું. જે સ્થાને તેણે ફસે ખાવા માટે વસ્ત્ર લટકાવ્યું હતું. તે સ્થાનની બરાબર નીચે જ નરલોકેન એક આગેવાન સૂતો હતો. તે રાત્રિના અંધારાને લીધે તેની નજરે પડયો ન હતે. ફાંસે તુટતા જ તે એ નટના આગેવાન ઉપર આવીને પડશે. તે પડતાં જ તે નટ મરી ગયે. તેની ચીસ સાંભળીને બધા નટ જાગી ગયાં, અને તેમણે એ બિચારા આપત્તિમાં મુકાયેલા દરિદ્રને પકડી લીધે. સવાર પડતાં જ તેઓ બધા નગરમાં શ્રી નન્દી સૂત્ર ૩૨૮

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350