Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રથિક દૃષ્ટાન્ત ગણિકાદૃષ્ટાન્તો
એજ પ્રમાણે રથિક દૃષ્ટાંત અને ગણિકાદષ્ટાંત તે વૈયિક બુદ્ધિના અગીયારમાં અને બારમાં દૃષ્ટાંત છે. સ્થૂલભદ્રની કથામાં તે બન્ને દૃષ્ટાંત. લખેલાં છે. રથિકે જે આમ્રફળના ગુચ્છાઓને તોડયાં છે, તથા સરસવના ઢગલા પર વેશ્યાએ જે નૃત્ય કર્યું છે તે અને વાતે વૈયિકબુદ્ધિનું ફળ છે જે ૧૧-૧૨ છે છે આ અગીયારમું રથિકદષ્ટાંત, અને બારમું વેશ્યાદૃષ્ટાંત સમાપ્ત . ૧૧-૧૨ છે
શાટિકાદિષ્ટાન્તઃ
તેરમું શાટિકાદિષ્ટાંતએક કલાચાર્ય રાજકુમારને ભણાવતા હતા. રાજકુમારે પણ વખતે વખત બહું મૂલ્ય દ્રવ્યથી તેમને સત્કાર કરતા હતા. રાજાને જ્યારે આ વાતની ખબર પડી કે કલાચાર્ય મારા પુત્રો પાસેથી બહુ મૂલ્ય ચીજે મેળવે છે, ત્યારે રાજાએ કલાચાર્યને મારવાને વિચાર કર્યો. રાજકુમારોને પિતાના પિતાને તે કુવિચાર જ્યારે કઈ પણ રીતે જાણવામાં આવ્યો ત્યારે તેમણે વિચાર્યું–આચાર્ય પણ આપણે પિતા સમાન છે, તેથી આપણે કોઈ પણ ઉપાયે અવશ્ય તેમનું રક્ષણ કરવું જોઈએ. તેઓ આ વિચાર કરી રહ્યા હતા કે એવામાં કલાચાર્ય પણ ભેજન કરવા માટે ત્યાં આવ્યાં આવતાં જ કલાચાયેલ સ્નાન કરીને પહેરવા માટે રાજકુમાર પાસે ધોતી માગી ત્યારે તે રાજકુમારોએ સૂકી ધેતીને ભીની બતાવી, તથા દ્વારની પાસે લઘુ તૃણ રાખીને તેને દીર્ઘ (મેટું) બતાવ્યું. તથા તે શિષ્યમાં જે કોંચ નામને શિષ્ય હતો કે જે પહેલાં તેમની પ્રદક્ષિણા જમણી બાજુથી કર્યા કરતું હતું તેણે ડાબી બાજુથી પ્રદક્ષિણા કરવા માંડી આ પ્રમાણેના કુમારોના આચરણથી
શ્રી નન્દી સૂત્ર
૩૨૫