Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરતા હતા. કાઈ ખીજા રાજ્યના રાજાએ તેની પાસે ક્રીડાનિમિત્તે ત્રણ વસ્તુ માકલી. (૧) તેમાં એક ગૂઢસૂત્ર હતું, જેમાં ગુપ્ત ગાંઠ હતી. (૨) મીજી સરખા ભાગ વાળી લાકડી હતી જેના મૂળ ભાગ ગુપ્ત હતા. (૩) લાખથી અલક્ષિત દ્વારવાળા ડખ્ખા હતા. મુરુડે તે ત્રણે ચીજો પેાતાના ખાસ માણસાને બાલાવીને મતાવી, પણ કાઈ પણ તેનુ રહસ્ય સમજી શકયું નહી. ત્યાર બાદ કળાચાને ખાલાવીને રાજાએ તેમને પૂછ્યું, “હું આર્ય! આપ આ સૂત્રના ગ્રન્થિ દ્વારને જાણેા છે ? કલાચાર્યે કહ્યું, “ હા જાણુ` છું. ” પછી તે કળાચાર્યે ગરમ પાણી મંગાવ્યું, અને તે સૂત્રને તે ગરમ પાણીમાં મૂકયુ. ગરમ પાણીના સંસગથી તે સ્વચ્છ થયું. નિર્મળ થતાં જ સૂત્રના અંત તથા ગ્રન્થિભોગ એ બન્ને દેખાવા લાગ્યા. પછી તેમણે લાકડીને પણ પાણીમાં મૂકી મૂકતા જ લાકડીના જે મૂળ ભાગ હતા તે પાણીમાં ડૂબી ગયા. ડૂબતા જ તેમને તે વાત સમજાઈ ગઈ કે લાકડીના આ મૂળ ભાગ છે. અને એમાંજ ગાંઠ છે. એજ રીતે ડબ્બાને પણ ગરમ પાણીમાં મૂકીને કલાચાર્ય તેનું દ્વાર પણ ગોતી કાઢ્યું. કારણ કે ગરમ પાણીમાં નાખતા જ તેના ઉપર જે લાખ હતી તે પીગળાને દૂર થઈ ગઈ. કલાચાર્યની આ પ્રકારની બુદ્ધિથી રાજા ઘણા ખુશી થયા. તેણે કલાચા ને કહ્યું, “આ ! તમે પણ એવું કઈ દુર્વિજ્ઞેય કૌતુક કરો કે જેને અમે પણ
રાજા પાસે મેાકલી શકીએ.” રાજાની વાત સાંભળીને કળાચાર્યે એક તુંબડી લીધી, અને તેને એક ટુકડા જુદો કરીને તેમાં રત્ન ભરી દીધાં અને પછી તે ટુકડાને તેના પર એવી રીતે ચાટાડી દીધા કે તેના સાંધા કોઈ ને પણ જડી શકે નહીં. પછી રાજાએ તે તુ ંબડી પેાતાના સેવકાને આપીને કહ્યું,
આ તુમડી તે રાજા પાસે લઈ જાવ, અને તેમને આ આપીને કહેજો કે તેને તાડયા વિના તેની અંદરથી રત્ના કાઢી લેા. રાજાની આજ્ઞાનુસાર તે માણસો તે તુખડી લઈને તે રાજા પાસે પહોંચ્યા, અને રાજાએ જે પ્રમાણે કહેવાની સૂચના આપી હતી તે પ્રમાણે ત્યાં જઈને કહ્યું. તે રાજાએ તેજ સમયે પેાતાના રાજપુરુષાને ખેલાવ્યા. અને તુખડી આપીને કહ્યું કે આને કાપ્યા વિના તેમાંથી રત્ના બહાર કાઢી દો. રાજપુરુષાએ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પણ તે તેમાંથી રત્નો કાઢી શકયા નહી.
। આ આચાર્યની વૈનિયકીબુદ્ધિનું નવમુ`. ઉદાહરણ ॥ ૯ ॥
શ્રી નન્દી સૂત્ર
૩૨૩