Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અશ્વષ્ટાન્તઃ
છઠ્ઠું ઘેાડાનું દૃષ્ટાંત
એક વખત ઘણા ઘેાડાના વેપારી દ્વારિકા નગરીમાં આવ્યા, ત્યાંના બંધા યાદવકુમારએ તેમના સ્થૂળ શરીરવાળા મેાટા મેટા ઘેાડા ખરીદી લીધા. પણ વાસુદેવે તેમ કર્યું. નહીં. તેણે તો દુખળેા, પાતળા અને કમજોર એક જ ધાડા ખરીદ્યો. ધીરે ધીરે એજ ઘેાડા તે બધા ઘેાડામાં એવા મજબૂત અને ઉપચાગી નીવડયે કે તેની આગળ ખીજા ઘેાડા ફીકા અને કમજોર સાખિત થયા. આ રીતે વાસુદેવના ઘેાડા તે બધા ઘોડાઓમાં વધારે મહત્વશાળી સાબિત થવાથી તે બધાનેા આગેવાન ગણાવા લાગ્યા ॥ ૬॥
૫ આ છઠ્ઠું ઘોડાનું દૃષ્ટાંત સમાપ્ત ॥૬॥
શ્રી નન્દી સૂત્ર
ગર્દભદ્ર્ષ્ટાન્તઃ
સાતમું ગઈ ભરૃષ્ટાંત
કાઈ રાજાએ યુવાવસ્થાના પ્રારંભકાળે જ રાજ્ય મેળવ્યુ હતું, તેથી તેના મનમાં એવા પાકે નિર્ણય થયા કે સઘળા કાર્યો સાધનારી એક માત્ર યુવાવસ્થા જ છે. તેથી તેણે પોતાના સૈન્યમાં યુવાન માણસેાની જ ભરતી કરવાના આદેશ આપ્યા, તથા જે વૃદ્ધ માણસા પહેલેથી તેની સેનામાં કામ કરતા હતા તેમને છૂટા કરવા માંડયા. એક દિવસ રાજા પેાતાની સેના સાથે કાઇક સ્થળે જતા હતા. ચાલતાં ચાલતાં તે એક મેટા જંગલમાં આવી પહેોંચ્યા, જ્યાં પાણી આદિને તદ્દન અભાવ હતા. ત્યાં આવતા તેના સૈનિકે તૃષાથી
૩૨૦