Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ષોત્તરની બહાર સમુદ્ર અવ્યયરૂપે જ છે એજ પ્રકારે આ દ્વાદશાંગ પણ અક્ષય હાવાને કારણે અન્યયરૂપવાળુ કહેલ છે. (૫). જેમ પેાતાના પ્રમાણમાં જ બુદ્વીપ આદિ અવસ્થિત છે એજ પ્રમાણે આ દ્વાદશાંગ પણુ અવસ્થિત છે (૬). અને તે કારણે તે આકાશની જેમ નિત્ય છે (૭). એજ વાતને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા સમજાવે છે—(૧) જીવાસ્તિકાય, (૨) પુદ્દગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય અને (૫) આકાશાસ્તિકાય. એ પાંચ અસ્તિકાય દ્રવ્ય જેમ ભૂતકાળમાં કદી ન હતાં, વર્તમાનકાળમાં નથી, તથા ભવિષ્યકાળમાં હશે નહી', એવી વાત અશકય છે એટલે કે તે ભૂતકાળમાં હતાં, વર્તમાન કાળમાં છે અને ભવિષ્ય કાળમાં રહેશે, તે કારણે તેઓને જેમ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય માન્યાં છે એજ પ્રમાણે આ દ્વાદશાંગરૂપ ગણપિટક પણ કદી ન હેતું એવી વાત નથી, વર્તમાનમાં નથી એવી પણ વાત નથી, અને ભવિષ્યમાં નહીં રહે એવી વાત પણ નથી, પરન્તુ હતું, છે, અને રહેશે. તે કારણે તે અચલ, ધ્રુવ આદિ વિશેષણેાવાળું હાવાથી અવસ્થિત અને નિત્ય છે. આ રીતે સૂત્રકારે પહેલાં નિષેધમુખે તેમાં ત્રૈકાલિક સત્તાનું સમર્થન કર્યું અને હવે તેમણે “ ામૂખ્ય મતિ જ્મનિષ્પત્તિ ૨” એ ક્રિયાપદો દ્વારા તેનું વિધિમુખે સમર્થન કર્યું છે, તેથી આ કથનમાં અહીં' પુનરુક્તિની આશંકા કરી શકાતી નથી.
આ દ્વાદશાંગ સ ક્ષેપમાં ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જાણવા જોઇએ દ્રવ્યથકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત દ્રવ્યેાને જાણું છે, જુએ છે. ક્ષેત્ર થકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ક્ષેત્રાને જાણે છે. જીએ છે. કાળથકી ઉપયેાગવાન શ્રુતજ્ઞાની સમસ્તકાળને જાણે છે, જુએ છે, ભાવથકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ભાવાને જાણે છે, જુએ છે, (સ્૦ ૫૭)
શ્રી નન્દી સૂત્ર
૨૬૫