Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષુલ્લકષ્ટાન્તઃ
તેરમું ક્ષુલ્લક ( ખાલક) દૃષ્ટાંત-~
કાઈ પરિવાજિકાએ રાજાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે હું સઘળાં કામ કરી શકું છું. કળાઓમાં મને પરાજિત કરી શકે તેવી કઈ વ્યક્તિ નથી. કારણ કે કાઇ પણ કળાના મને અનુભવ ન હેાય તેવુ નથી. હું સઘળી કળાઓમાં નિપુણ છું” તેની એવી વાત સાંભળીને રાજાએ ધાષણા કરાવી કે જો કોઈ કળાકાર કળાઓમાં પરિવ્રાજિકાને પરાજિત કરી શકે તેમ હાય તા તે તેની પાસે પેાતાની કળાનિપુણતા પ્રગટ કરવા માટે આવે, જે તે તેની સમક્ષ વિજય પ્રાપ્ત કરવાના અધિકારી સાખીત થશે તે તેને મારા તરફથી વધારાનું ઈનામ પણ આપવામાં આવશે. આ ઘાષણા સાંભળીને એ જ વખતે રાજાની પાસે એક ખળક આવ્યેા અને આવતાં જ તેણે કહ્યુ '' મહારાજ ! હું પરિવાજિકાને હરાવી શકું તેમ છું પરન્તુ આપ મારા એક અપરાધ માફ કરાતા જ તેમ બની શકશે. ” શાએ તેને અભય દઈને કહ્યું “તારા અપરાધ માફ કરીશ, તારૂ કળાકૌશલ ખતાવ. ” ખાળકને જોઈને પરિત્રાજિકા કહેવા લાગી, “ આ નાનકડા બાળક કળાઓમાં શી કુશળતા પ્રગટ કરી શકવાના છે? અને મારો પરાજય કેવી રીતે કરી શકશે ? પરિવ્રાજિકાના આ પ્રકારના આક્ષેપ સાંભળીને તે માળકે ત્યારે જ લંગાટી છેાડી નાખીને નગ્નાવસ્થામાં જ અનેક પ્રકારનાં આસને બતાવવાના પ્રારંભ કર્યાં. જ્યારે તેણે પૂર્ણરૂપે પાતાનું કામ પૂરૂં કર્યું ત્યારે તેણે પરિત્રાજિકાને કહ્યું, “ પરિત્રાજિકા ! તમે પણ મારા પ્રમાશેની મુદ્રામાં તમારૂ કળાકૌશલ અતાવે. ” બાળકની આ વાત સાથે અસમ્મત થઈ ને તે પોતાનુ કળાકૌશલ્ય એ રીતે બતાવવાને અસમર્થ થઇ. તે કારણે બાળકની પાસે તેણે પાતાના પરાજય સ્વીકારી લીધે અને ત્યાંથી નારાજ થઇને તે ચાલી ગઈ. લેાકેાએ બાળકની ખૂબ પ્રશ’સા કરી. ।।૧૩।।
॥ આ તેરમું ક્ષુલ્લક ( બાળક ) દૃષ્ટાંત સમાપ્ત ।। ૧૩ ।
શ્રી નન્દી સૂત્ર
૨૯૯