Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપે.” મઠાધીશ ભિક્ષુકે સેનાની ઇંટના લોભને વશ થઈને એજ વખતે તેની એક હજાક સેનામહે તેને આપી દીધી. તે જુગારીઓએ જ્યારે તે જોયું ત્યારે થોડા સમય પછી તેમણે તે મીઠાધીશ ભિક્ષુકને કહ્યું, “મહારાજ! અહીં જ અમારે એક આવશ્યક કાર્ય આવી પડયું છે તો હવે અત્યારે અમે જઈ શકીએ તેમ નથી. તે તે ઇટ પાછી આપી દે, જ્યારે જવાનું થશે ત્યારે આવીને આપની પાસે તે મૂકી જઈશું. આ પ્રમાણે કહીને તેની પાસેથી તે ઇંટ પાછી લઈને તેઓ ખુશી થતાં ત્યાંથી પિત પિતાને સ્થાને પાછાં ફર્યા વરરા
| આ બાવીસમું ભિક્ષુકદષ્ટાંત / ૨૨ |
ચેટકનિધાનદૃષ્ટાન્તઃ
તેવીસમું “ચેટક” (બાલક) “નિધાન” દૃષ્ટાંતકેઈ એક જગ્યાએ બે પુરુષો રહેતા હતા તેમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એક વખત તેમણે કઈ એક જગ્યાએ જમીનમાં દાટેલ ખજાને છે. તેને જેતા જ એકના હૃદયમાં કપટભાવ પેદા થયે તેણે પિતાને મિત્ર કે જે નિષ્કપટી ચિત્તવાળો હતો તેને કહ્યું, “ભાઈ આ ખજાનો આજે હું નથી, કાલે લઈશું. ચાલો હવે અહીંથી ઘેર જઈએ.” તેઓ બને ઘેર આવ્યા. હવે કપટી મિત્રે સરળહૃદયી મિત્રને ખબર આપ્યા વિના રાત્રે જઈને ખજાનાને ત્યાંથી કાઢીને તેની જગ્યાએ કેલસા ભરી દીધા અને પ્રજાને પિતાના ઘર ભેગો કર્યો. બીજે દિવસે પ્રાત:કાળે તે બને મળીને ત્યાં આવ્યા તો તેમણે ખજાનાની જગ્યાએ કોલસા ભરેલા ભાષાં, તે જોતા જ તે કપટી માણસ છાતી કૂટી કટીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો “ હાય, હાય ! આપણે કેટલા દુર્ભાગી છીએ કે નસીબે આપણને ખજાનાની જગ્યાએ કેયલા ભરેલા બતાવ્યા છે.” “નસીબે આખે આપીને પાછી ફેડી નાખ્યા જેવું કર્યું છે” આજ વાત અત્યારે આપણને બરાબર લાગુ પડે છે.” આ પ્રમાણે બનાવટી વાતો બનાવીને તે મિત્રની તરફ
શ્રી નન્દી સૂત્ર
૩૦૯