Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભણ્ડનષ્ટાન્તઃ
દસમું ભણ્ડનદૃષ્ટાંત——
એક પુરુષ હંમેશાં કેાઈ એક રાજા પાસે રહેતા હતા. રાજા તેની આગળ પેાતાની રાણીનાં ખૂબ વખાણ કર્યાં કરતા હતા. તે પણ તેને ઘણા રસપૂર્વક સાંભળતા હતા. એક દિવસ જ્યારે રાજાએ તેને એવું કહ્યું કે મારી રાણી ઘણી ચતુર અને આજ્ઞાકારિણી છે ત્યારે તેણે તેને જવાબ આપ્યા, “ સારૂં, પણ જો તે તમારી બધી આજ્ઞા પાળતી હાય તા તેમાં તેના પોતાના સ્વાર્થ રહેલા છે. પાતાના સ્વાર્થ સાધવા માટે જ તે આપની પ્રત્યેક આજ્ઞા સ્વીકાર્યો કરે છે. જો મારા આ કથનમાં તમને કોઈ પણ પ્રકારના સંશય હોય તો આપ તેની કસોટી કરી શકે છે. આ પ્રમાણે કરે—આજે જ તેની પાસે જઇને કહે કે હું' બીજી રાણી કરવા માગુ છું. અને તેને જે પુત્ર થશે તેને જ હું રાજ્ય આપવા માગુ છુ. આલા, મારી આ વાત આપને મંજુર છે કે નહીં ? માન્ય હાયતા જ હું મારી આ વિચારધારાને સફળતાનું રૂપ આપીશ. ’’ તે પુરુષની આ સલાહ પ્રમાણે રાજાએ ખીજે દિવસ રાણી પાસે જઈને પૂર્વોક્ત વાત તે પુરુષ કહ્યા પ્રમાણે જ કહી દીધી. તે સાંભળીને રાણીએ જવાખ આપ્યા, “ એમાં મને કાઈ વાંધેા નથી, પણ આપના જે એવા વિચાર છે કે આપ તેના જ પુત્રને રાજ્ય સાંપશે તે વાત મને મંજુર નથી, મારા જ પુત્ર રાજ્યના અધિકારી થશે. ” રાણીનાં આ વચનાથી રાજાને સહેજ હસવું આવ્યું. રાણીએ રાજાને તે હાસ્યનું કારણ પૂછ્યું તે તેણે કંઈ જવાખ આપ્યા નહીં. ત્યારે ફરીથી તેણે કારણ જાણવાના આગ્રહ કર્યો. છેવટે રાજાએ જે વાત બની હતી તે તેને કહી. રાણીને તે પુરુષ પર ઘણા ક્રોધ ચડયા અને આવેશમાં ને આવેશમાં તેણે તે પુરુષને દેશવટાની આજ્ઞા આપી દીધી. રાણીના આ હુકમથી ચિન્તાતુર થયેલ તે પુરુષે વિચાર કર્યાં હવે શા ઉપાય કરવા ? - છેવટે તેને એક યુક્તિ જડી અને તે યુક્તિ પ્રમાણે તેણે જોડાનુ એક ઘણુ ભારે પોટલું બાંધીને તેને માથે ઉપાડી લીધું, અને રાણીને કહ્યું કે હું અહીં થી બીજા દેશમાં જઉં છું. ” રાણીએ પૂછ્યું, “તા આ જોડાનું પાટલું શા માટે માથે મૂકયું છે?” તેણે જવાબ આપ્યા, આટલા જોડાથી જેટલા દેશામાં
66
શ્રી નન્દી સૂત્ર
૨૯૭