Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમના ઝગડાને નિર્ણય કર્યો અને રાજપુરૂષોને હુકમ કર્યો કે આ બન્ને પાસે જે ધન છે તેના બે ભાગ પાડો અને બાળકના પણ કરવતથી ચીરીને બે ટુકડા કરો. એક એક ટુકડે તથા દ્રવ્યને એક એક હિસ્સો આ બન્નેને આપે. મંત્રીના એવાં વચન સાંભળતાં જ બાળકની માતાના હૃદયમાં આઘાત લાગ્યો. તેના પર જાણે વજને પ્રહાર પડયે હોય તેમ આઘાત પામેલી તે રડતી રડતી મંત્રીને કહેવા લાગી, “સાહેબ બાળકના બે ટુકડા ન કરાવશે. ભલે આ બાળક તેની પાસે રહે. મને આ હાલતમાં બાળક લેવાની ઈચ્છા નથી. પુત્ર તેને જ આપી દે. તેની પાસે રહેવાથી તે જીવતો તો રહેશે. આ સ્થિતિમાં ઘરની માલિક બનવામાં મને કંઈ સુખ નહીં મળે. ભલે તે જ ઘરની માલિક બને, મને એ વાતનું બિલકુલ દુઃખ નથી. હું તે બીજા લોકોના ઘરનું કામકાજ કરીને અંદગીના બાકીના દિવસે કાપીશ, પણ બાળક તે સુરક્ષિત રહેશે, અને હું ત્યાંથી જ તેને જોઈને આનંદિત થતી રહીશ. મહારાજ! બાળક મરશે તે હું કઈ પણ રીતે જીવી શકીશ નહીં” જ્યારે બાળકની માતા આમ કહેતી હતી ત્યારે વિમાતા એ એવું કંઈ પણ ન કહ્યું. તેથી મંત્રી એ સમજી લીધું કે બાળકની સાચી માતા આ સ્ત્રી જ છે. પેલી નથી. તેથી તેજ ઘરની માલિક થવાની હકદાર છે. તેમ સમજીને તેમણે તે પુત્ર તેને સેંગે અને ઘરની માલિક પણ તેને જ બનાવી. અને બીજી સ્ત્રીને-વિમાતાને સજા કરી. છે ૧૭
આ સત્તરમું પુત્રદૃષ્ટાંત સમાપ્ત પાછા
મધુસિન્થદ્દષ્ટાન્તઃ
અઢારમું મધુસિકથ (મધપુડા)નું દષ્ટાંતએક નદી હતી. તેના બન્ને કાંઠે માછીમાર રહેતાં હતાં. તેઓ વચ્ચે જાતિવ્યવહાર હોવાં છતાં તેઓ અંદર અંદર ઝગડતાં હતાં. આ ઝગડાને કારણે
શ્રી નન્દી સૂત્ર
૩૦૩