Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઈ શકીશ એટલા દેશમાં આપની અપકીતિ કરીશ.” રાણીએ પિતાની અપકીર્તિના ભયથી તેને દેશવટે આપવાની પિતાની આજ્ઞા પાછી ખેંચી લીધી.
આ દશમું લંડનષ્ણાત સમાપ્ત . ૧૦ |
ગોલકદ્દષ્ટાન્તઃ
અગિયારમું ગેલકદષ્ટાંતકે એક બાળકના નાકની અંદર લાખની ગેળી ઊંડી ઉતરી ગઈ. જ્યારે તેના પિતાએ બાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તે તરત જ તેને એક સોની પાસે લઈ ગયો. સનીએ ઘણું ચતુરાઈથી તે ગેળીને બહાર કાઢવાને પ્રયત્ન કર્યો. સૌથી પહેલાં તેણે લોઢાની એક પાતળી સળી લીધી. તેને અંગીઠીમાં ગરમ કરી. અને ધીમે ધીમે તે લાખની ગેળીમાં તેને ભેંકી. આ પ્રમાણે થોડી વાર કરતા રહેવાથી તે લાખની ગોળી ગળીને નાકમાંથી બહાર નીકળી આવી. પછી તેને બહાર ખેંચી લીધી છે ૧૧ ,
છે આ અગિયારમું ગેલકદષ્ટાંતસમાપ્ત ૧૧
સ્તભદ્દષ્ટાન્તઃ
બારમું સ્તમ્ભષ્ટાંત– કેઇ એક રાજાએ યોગ્ય મંત્રી મેળવવાને માટે નગરની પાસેના વિશાળ તળાવની વચ્ચે સ્થંભ ઉભે કરાવીને એવી ઘોષણા કરાવી કે જે કઈ માણસ તળાવના કાંઠે બેઠાં બેઠાં દેરડા વડે આ થાંભલાને બાંધી દેશે તેને રાજા એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પ્રકારની ઘેાષણ સાંભળીને કેઈ બુદ્ધિશાળી માણસે તે કામ કરવાનું માથે લીધું. પછી જળાશયને એક કાંઠે તેણે એક લોઢાને ખીલ ખેડયો અને તેમાં દેરડું બાંધીને તે દેરડાને તળાવની ચારે તરફ તેણે ફેરવ્યું. આ પ્રમાણે ચારે ખૂણે દેરડું ફરી વળવાથી વચ્ચેનો તે સ્થંભ તે દેરડા દ્વારા અનાયાસ બંધાઈ ગયો. તે માણસનું આ બુદ્ધિચાતુર્ય જોઈને રાજાએ ઘણી પ્રસન્નતા પ્રગટ કરીને તેને પિતાના રાજ્યનું પ્રધાનપદ સેંચ્યું. ૧૨
આ બારમું “તમ્મદષ્ટાંત” સમાપ્ત ૧૨ |
શ્રી નન્દી સૂત્ર
૨૯૮