Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૃક્ષષ્ટાન્તઃ
ત્રીજુ વૃક્ષદૃષ્ટાંત—
એક વનમાં માંખાનાં અનેક વૃક્ષ હતાં. તેના ઉપર ઘણા વાનરા રહેતા હતા. ફળ પાકવાની મેાસમમાં તે વૃક્ષો પર ફળે લાગતાં, તા તેમને જોઈ ને ત્યાંથી પ્રસાર થતા મુસાફરાનુ મન તે કળાને તાડીને ખાવા માટે લલચાતુ, હતુ, પણ કરે શું? કારણ કે તે વૃક્ષો ઉપર વાનરા રહેતા હતા તેથી રાહગીરા તે કુળા ખાઇ શકતા નહીં. પછી તેમણે પોતાની બુદ્ધિથી ફળ મેળવવાની યુક્તિ શેાધી કાઢી. તેઓ વાનરાઓને પથ્થર મારવા લાગ્યાં, ત્યારે વાનરાએ તેવૃક્ષોનાં કળા તાડી તાડીને તે રાહગીરાને મારવાની ભાવનાથી ફેકવા લાગ્યા. આ રીતે રાહગીરાને અનાયાસે જ કેરી ખાવાને મળી ગઈ.
। આ ત્રીજી વૃક્ષનું દૃષ્ટાંત સમાસ ૫૩।।
ક્ષુલ્લકષ્ટાન્તઃ
ચેાથુ ક્ષુલ્લક દૃષ્ટાંત–
અઢી હજાર વર્ષ પહેલાંની આ કથા છે, જ્યારેં પ્રસેનજિત નામના રાજા રાજગૃહ નગરમાં રાજ્ય કરતા હતા. તેને અનેક પુત્ર હતા. તે બધામાં શ્રેણિક નામના પુત્ર જ એવા હતા કે જે રાજલક્ષ@ાથી યુક્ત હોવાને કારણે તેને વધારે પ્રિય હતા, પરંતુ તેના તે પ્રેમ ખીજા પુત્રાના જાણવામાં આવતા નહીં', કારણ કે રાજા તેને માટે કંઇ આપતા પણ નહીં અને તેની સાથે પ્રેમથી ખાલતા પણ નહી'. એવુ પણ તે તેને માટે કરતા ન હતા કે એવું કરવાથી ખીજા પુત્રાના મનમાં ઈર્ષા થાય અને તેએ તેને મારી નાખે. તે પણ તેના મનમાં તે ચિન્તા હમેશા રહેતી હતી કે શ્રેણિકની રક્ષામાં કોઈ ત્રુટિ રહેવી જોઈ એ નહીં.
શ્રી નન્દી સૂત્ર
એક દિવસની વાત છે કે શ્રેણિકને પોતાના પિતા પાસેથી કંઈ પણ નહી મળવાથી તે ગમગીન થઇને પેાતાના મહેલમાંથી બહાર જવા નીકળી પડયો. ચાલતા ચાલતે તે વેન્નાતટ નામનાં કેાઈ એક નગરમાં જઇ પહેાંચ્યા. ત્યાં ધન્ય નામના એક શેઠ રહેતા હતા. તેની દુકાન ચાલતી હતી. નગરમાં
૨૮૯