Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને એકાન્ત જોઈને પૂછ્યું-“હે માતા હું કેટલા પિતાનો પુત્ર છું ?” માએ સાંભળીને કહ્યું, “તેમાં પૂછવા જેવું જ શું છે? તું તારા પિતાને જ પુત્ર છે. ” ત્યાર બાદ રાજાએ પિતાની માતાને રેહકની વાતથી પરિચિત કરાવીને કહ્યું,
માતા ! રેહકની વાતો સામાન્ય રીતે સાચી પડી છે તે તમે સાચે સાચું કહે, રોહકે મને એવું શા માટે કહ્યું હશે?” આ પ્રમાણે તે માતાને વારંવાર પૂછવામાં આવતાં તેમણે પિતાના પુત્રને કહ્યું, “હે બેટા! જે સમયે મારી કુખે તારો જન્મ થયો તે જ દિવસે પ્રાત:કાળે તારા પિતાની પાસે મેં વૈશ્રવણ જેવા પરમ ઉદાર નગરશેઠ જિનદત્ત શ્રેષ્ઠીને જોયાં હતાં. તથા તે જ સમયે તે ચાંડાલ, બી અને વીંછીને પણ જોયાં હતાં. આ રીતે તે પાચેને જેવાથી તેમના તે તે સંસ્કાર તારામાં ઉતર્યા છે. રાહકે તને જોઈને તે કારણે જ એવું કહ્યું છે.” માતાની આ વાત સાંભળીને રાજાના મનમાં હકની બુદ્ધિ માટે ભારે અચરજ થઈ અને માતાને નમન કરીને તે પોતાને સ્થાને ચાલ્યા ગયે.
હકની આ ચતુરાઈ જોઈને રાજાએ તેને પોતાને ત્યાં વડા પ્રધાન પદે રાખી લીધે.
છે આ તેરમું વંચાવતૃ દષ્ટાંત સમાપ્ત. ૧૩
શ્રી નન્દી સૂત્ર
૨૮૬