Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેની સાથે નગરમાં આવે.” રોહકના આ ઉપાય સાથે સંમત થઈને તેઓ બધાય રાજાની પાસે પહોંચ્યા. અને આગળ કહ્યા પ્રમાણે તેમને વિનંતિ કરી. રાજાએ તેમની એ પ્રકારની વાત સાંભળીને એવું માન્યું કે આ બધે રોહકની બુદ્ધિને જ પ્રભાવ છે. આ રીતે રેહકની બુદ્ધિની વિશાળતા જોઈને રાજા ચૂપ થઈ ગયે. તથા તે ગામવાસી લેકે પણ પ્રસન્ન થઈને પોતપોતાને ઘેર પાછાં ફર્યા.
છે આ સાતમું શાક (કૂપ) દષ્ટાંત સમાપ્ત . ૭ |
વનખડાન્તઃ
આઠમું વનખંડ દષ્ટાંતરાજાએ એક દિવસ ગામવાસીઓને કહ્યું કે, “તમારા ગામની પૂર્વ દિશામાં જે વનખંડ છે તેને તમે બધા મળીને પશ્ચિમ દિશામાં કરી નાખે. રાજાને આ આદેશ સાંભળીને તે લોકેએ હકની પાસે જઈને રાજાને તે આદેશ કહી સંભળાવ્યું. રોહને પણ તેમને તેને ઉપાય બતાવ્યા. તે પ્રમાણે તેઓ બધાં તે વનખંડની પૂર્વ દિશાએ જઈને રહેવા લાગ્યા. આ રીતે તે ખંડ સ્વાભાવિક રીતે જ ગામની પશ્ચિમ દિશામાં આવી ગયે. આ રીતે રાજાને આદેશ પૂર્ણ થતાં તેમણે તેની ખબર રાજપુરુષોને આ પી. રાજપુરુષોએ તે સમાચાર રાજાને મોકલ્યા. સાંભળીને રાજા ઘણે ખુશી થ.
છે. આ આઠમું વનખંડ દષ્ટાંત સમાપ્ત માટે
પાયસદ્દષ્ટાન્તઃ
નવમું પાચ દષ્ટાંતએક દિવસ રાજાએ ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “તમે અગ્નિપર પકાવ્યા વિના ખીર બનાવીને મોકલી આપ.” લોકોએ તે આદેશનું પાલન કરવાનો ઉપાય રેહકને પૂ. રેહકે કહ્યું, “તમે આ પ્રમાણે કરે–ચોખાને પાણીમાં નાખી રાખે જ્યારે તે પલળીને કુલે ત્યારે તેને તથા દૂધને એક પાતળી એવી થાળીમાં ભરી રાખો પછી ચુનાના કાંકરાઓ પર તે થાળીને ગઠવીને
શ્રી નન્દી સૂત્ર
૨૮૦