Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગણ્ડિકાનુયોગ વર્ણનમ્
ઉત્તર–ગડિકાનુગમાં, એટલે એક અર્થના અધિકારવાળી ગ્રંથ પદ્ધતિને ચંડિકા કહે છે. તેમના અનુયેગ–અર્થકથન વિધિને ગંડિકાનુગ કહે છે, તેમાં કુલકર ગંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરના પૂર્વજન્મ આદિ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યું છે, તીર્થકર ચંડિકા–તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિ વિષયનું વિવેચન કર્યું છે. ચક્રવર્તિ ગંડિકા-તેમાં ચક્રવર્તીઓના જન્મ આદિનું, વર્ણન થયું છે. દર્શાહ ચંડિકા-તેમાં સમુદ્રવિજયથી માંડીને વસુદેવ સુધીના યાદવ વંશવાળાઓના જન્મ આદિનું વર્ણન કર્યું છે. એજ રીતે જે બળદેવ ગડિકા, વાસુદેવ ચંડિકા, ગણધર ગંડિકા, ભદ્રબાહુ ચંડિકા, તપ કર્મ ગંડિકા, હરિવંશ ચંડિકા, ઉત્સપિણ ગંડિકા છે તેમાં તે તે વિષયનું વર્ણન કરેલ છે. ચિત્રાન્તર ગ ડિકા-ઋષભ અને અજિતનાથના વચગાળાના સમયમાં તેમના વંશજ જે નૃપતિઓ હતા કે જેમની એક્ષપ્રાપ્તિરૂ૫ ગતિ સિવાય બીજી કેઈ ગતિ જ ન હતી. તેમની તે મોક્ષગતિની પ્રાપ્તિનું વર્ણન કરનારી જે ગંડિકા છે તેનું નામ ચિત્રાન્તર ગંડિકા છે. તથા દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરક ગતિમાં જીવના વિવિધ પ્રકારના પરિભ્રમણનું પ્રતિપાદન કરનારી વિધિનું નામ “૩ામર નર નિર્ચા નિરયાત્તિ ચામર વિવિધ દિનાના” છે. તેમાં આ પ્રકારની ગંડિકાઓ સામાન્ય-વિશેષરૂપે વણિત થઈ છે. આ પ્રકારને ગંડિકાનુગ છે. (૪)
શ્રી નન્દી સૂત્ર
૨૬૦.