Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पिड विसोही समिई भावण पडिमा य इंदिय निरोहो । વળ જુનો, મિરાણા જેવા જાઉં (૭૦) તુ મારા
પાંચ પ્રકારનાં મહાવત, દસ પ્રકારનાં શ્રમણ ધર્મ, સત્તર પ્રકારના સંયમ દસ પ્રકારનું વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિ, જ્ઞાનાદિ ત્રણ, બાર પ્રકારનાં તપ, ચાર પ્રકારના ક્રોધાદિને નિગ્રહ, (૭૦) આ રીતે આ ચરણસત્તરી છે. આ ચરણ સત્તરીનું જ અહીં ચરણ શબ્દથી ગ્રહણ થયેલ છે. ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ પ્રકારની સમિતિ, બાર પ્રકારની ભાવના, બાર પ્રકારની પ્રતિમા, પાંચ પ્રકારને ઇન્દ્રિયનિરોધ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ તથા ચાર પ્રકારને અભિગ્રહ (૭૦) આ બધાં કરણ સારી છે. અહીં કરણ શબ્દથી તેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. રત્નત્રયરૂપ સંયમને નિર્વાહ કરે તે સંયમયાત્રા છે. તથા તે રત્નત્રયરૂપ સંયમના નિર્વાહ માટે જે પરિમિત માત્રામાં આહાર ગ્રહણ કરાય છે તેનું નામ માત્રા છે. તથા અનેક પ્રકારના અભિગ્રહને ધારણ કરે એ વૃત્તિ શબ્દને અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે એ સાધુઓના આચાર આદિ સમસ્ત કર્તવ્યનું આચારાંગ સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે.
એ આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે-(૧) જ્ઞાનાચાર, (૨) દશનાચાર, (૩) ચારિત્રાચાર, (5) તપ આચાર, અને (૫) વીર્યાચાર. તેઓમાં જ્ઞાનાચાર. શ્રતજ્ઞાનના વિષયમાં થાય છે. એ (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્ભવ, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય, એમ આઠ પ્રકારને બતાવ્યો છે. સૂત્રમાં રહેલ પદાર્થનું સારી રીતે ઉચ્ચારણ કરવું તેનું નામ વ્યંજન છે (૧) દર્શનાચાર, સમ્યકૃત્વિોને આચાર, તે આઠ પ્રકારને કહેલ છે, જેવાં કે-(૧) નિશકિત, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિવિચિકિત્સા, (૪) અમૂઢ દષ્ટિ, (૫) ઉપભ્રંહા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને પ્રભાવના સાધમી જનને વધારે કરવું તથા તેમનું પિષણ કરવું તે ઉપખંહા છે. એ સમ્યકત્વનાં આઠ અંગ છે. સમ્યગૃષ્ટિજીવ તેમને પાળે છે (૨) ચારિત્રશાળી જીવેન ગુપ્તિ, સમિતિ આદિનું પાલન કરવારૂપ જે વ્યવહાર છે તેનું નામ ચારિત્રાચાર છે. (૩). અનશન આદિ બાર પ્રકારનાં તપનું પાલન કરવું તે તપ
શ્રી નન્દી સૂત્ર
૨૩૦.