Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બની જાય છે ત્યારે તે જ્ઞાતા બની જાય છે-આ શાસ્ત્રનું અધ્યયન કરીને તે સમસ્ત જીવાદિક પદાર્થોને તથા તેમના સાચા સ્વરૂપને જાણનાર થઈ જાય છે. “ર્વ વિUrvયા” વિજ્ઞાતા થઈ જાય છે-વિવિધ જ્ઞાનવાળા બની જાય છે, તાત્પર્ય એ છે કે જે પ્રકારે આચારાંગ સૂત્રમાં પર સમયનિરાકરણપૂર્વક સ્વમમય સ્થપિત કરાયેલ છે, હવે જે મુમુક્ષુ તેને પાઠી બને તે એ રીતે સ્વસમય અને પરસમયને જ્ઞાતા અવશ્ય બનશે. આ રીતે તે પ્રાણુ પરસમયનું નિરાકરણ કરીને જ્યારે સ્વસમયની સ્થાપના કરે છે, ત્યારે તે વડે તે વિશિષ્ટતર જ કહેવાય છે. હવે વક્તવ્યને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે-આ રીતે આચાર, ગોચર, વિનય આદિના કથનથી આ આચારાંગ સૂત્રમાં ચરણસત્તરી અને કરણસત્તરીની પ્રરૂપણ કરવામાં આવી છે–પ્રજ્ઞાપિત થઈ છે, દેખાડવામાં આવી છે, નિદર્શિત કરાઈ છે. તથા ઉપદર્શિત થઈ છે. (આ બધાને અર્થ આગળ આપ્યા પ્રમાણે છે) આ રીતે આચારાંગનાં સ્વરૂપને કહીને હવે સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે હે જબૂ! તમે આચારનાં સ્વરૂપના વિષયમાં જે પ્રશ્ન કર્યો હતો, તે આચાર જ્ઞાનાચાર આદિના ભેદથી કેવા પ્રકાર છે તેના વિષે અહીં સુધી વર્ણન કરવામાં આવ્યું છે. | સૂ. ૪૫ ||
સૂત્રકૃતાંગસૂત્રસ્ય સ્વરૂપ વર્ણનમ્
સૂત્રકાર આચારાંગનું સ્વરૂપ કહીને બીજા અંગ-સૂત્રકૃતાંગનું સ્વરૂપ કહે છે–“રે સિં સૂય. ” ઈત્યાદિ–
શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! દ્વિતીય અંગ સૂત્રકૃતાંગનું શું સ્વરૂપ છે?
ઉત્તર–જે સૂત્રરૂપે રચવામાં આવેલ છે તે “સૂત્રત” છે. જો કે સમસ્ત અંગેની રચના સૂત્રરૂપે જ થઈ છે તે પણ તેને “જે સૂત્રરૂપે રચવામાં આવેલ છે તે સૂત્રકૃત છે” એવું જે કહેલ છે તે રૂઢીની અપેક્ષાએ જાણવું જોઈએ.
વૃજનાનું સુત્રમ” સમસ્ત જીવાદિક પદાર્થોનું જે પ્રતિબંધક હોય છે તે સૂત્ર છે. અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયભૂત સમસ્ત જીવાદિક પદાર્થોનું જે પ્રરૂપક હોય છે તે સૂત્ર છે. અથવા “સુમિવ સૂત્ર” જેમ સુતેલા કે પુરૂષને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે તે પોતાના અભીષ્ટ કાર્ય કરવાને મરી જાય છે એજ પ્રકારે અર્થથી પ્રતિબંધિત થયેલ સૂત્ર
શ્રી નન્દી સૂત્ર
૨૩૭