Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ અંગમાં પાંચ લાખ છેતેર હજાર (૫૭૬૦૦૦) પદે છે. એમાં સંખ્યાત અક્ષર છે. અનન્ત ગમ છે, અનંત પર્યાયે છે, અસંખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે, વગેરે પદોની વ્યાખ્યા આચારાંગ સૂત્રનું સ્વરૂપ-નિરૂપણ કરતી વખતે સૂત્ર ૪૫માં કરવામાં આવી છે. આ પ્રમાણે આ “જ્ઞાતાધર્મકથા” અંગનું સ્વરૂપ છે. તે સૂ૦ ૫૦ |
ઉપાસકદશાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે સાતમાં અંગ-ઉપાસક દશાંગનું સ્વરૂપ કહે છે-“રે જિં તં વીરા વાગો?” ઈત્યાદિ
શિષ્યને પ્રશ્ન–સાતમું અંગ જે ઉપાસક દશા છે તેનું શું સ્વરૂપ છે?
ઉત્તર––ઉપાસકે -શ્રાવકની ઉપાસકત્વ બેધક જે અવસ્થાએ છે તે ઉપાસક દશાઓ છે. દશ અધ્યયને દ્વારા એ દશાઓનું પ્રતિબંધક જે અંગ તે “ઉપાસક દશાંગ છે. આ ઉપાસક દશાંગમાં શ્રાવકનાં નગરનું વર્ણન કરાયું છે. તથા ઉદ્યાનેનું ચે-વ્યતરાયતનનું, વનખંડનું, તે શ્રાવકેના સમયના સમવસરણનું, રાજાઓનું, તેમના માતાપિતાઓનું, તેમના ધર્માચા
નું, ધર્મકથાઓનું, તેમની આલોક અને પરલેકની ઋદ્ધિવિશેનું ભેગા પરિત્યાગનું પ્રત્રજ્યાનું, પર્યાયનું, કૃતપરિગ્રહનું–શુતાધ્યયનનું, તપઉપધાનનુંતપશ્ચરણનું પણ વર્ણન કરાયું છે. વળી એ પણ બતાવ્યું છે કે શીલત્રતઆવ્રત શું છે? તેમનું શું સ્વરૂપ છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે? વિરમણ–રાગાદિક ભાવથી વિરક્તિ શું છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે તથા તેનું શું સ્વરૂપ છે, ગુણ-ગુણવ્રત શું છે અને કેટલાં છે, અને તે કેવી રીતે ધારણ કરાય છે? પંચ નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કેવાં હોય છે અને તેમને ક્યારે અને કેવી રીતે ધારણ કરાય છે? પિષધપવાસ પિષ-પુષ્ટિને જે ધારણ કરે–આપે તે આહાર પરિત્યાગ આદિને પિષધ કહેવાય છે, તેની સાથે જે રાતદિવસ રહેવું તે પિષધેપવાસ કહેવાય છે. તથા શ્રાવકનાં અગીયાર પ્રકારની પ્રતિમા, તથા દેવાદિકૃત ઉપદ્રવરૂપ ઉપસર્ગ, સંખના-શરીર તથા કષાય
શ્રી નન્દી સૂત્ર
૨૪૭.