Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે તાત્વિક સંવાદ થાય છે તે દિવ્યસંવાદ છે, તેઓનું પણ આ અંગમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિઓ છે, તથા સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ દસમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પીસ્તાળીશ ઉદ્દેશનકાળ અને પીસ્તાળીશ જ સમુદેશનકાળ છે. તેમાં સંખ્યાત–બાણું લાખ સોળ હજાર (૯૨૧૬૦૦૦) પદ છે. સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે, વગેરે પહેલાં કહેલ વાચના ચરણ કરણ પ્રરૂપણ સુધી અહીં સમજી લેવી. આ પ્રકારનું આ પ્રશ્નવ્યાકરણનું સ્વરૂપ છે. (સૂ. ૫૪)
વિપાકશ્રુત સ્વરૂપ વર્ણનમ્
હવે અગીયારમાં અંગ–વિપાકકૃતનું સ્વરૂપે વર્ણવે છે-“સેવિંદ ૉ વિવાસુઘં?ઈત્યાદિ અગીયારમાં અંગ-વિપાકશુતનું સ્વરૂપ સમજવાને માટે શિષ્ય પૂછે છે- હે ભદન્ત ! વિપાકકૃતનું શું કવરૂપ છે?
ઉત્તર–શુભ અને અશુભ કર્મોના પરિપાકનું નામ વિપાક છે. આ વિપાકનું પ્રતિપાદન કરનાર જે સૂત્ર છે તે સૂત્રનું નામ વિપાકકૃત છે. આ અંગમાં પુન્ય અને પાપપ્રકૃતિ રૂપ કર્મોના ફળસ્વરૂપ વિપાકનું વર્ણન કરાયું છે. આ વિપાક તમાં દાખવિપાક પ્રદર્શક દસ અધ્યયન છે અને સુખવિપાક પ્રદર્શક પણ દસ અધ્યયન છે, આ રીતે આ વિપાકશ્રુત વીસ અધ્યયને વાળું છે. દુઃખવિપાક પ્રદર્શક અધ્યયનેનું નામ દુઃખવિપાક અને સુખવિપાક પ્રદર્શક અધ્યયનનું નામ સુખવિપાક છે. હવે શિષ્ય દુખવિપાકનું સ્વરૂપ જાણવાને માટે પૂછે છે ભદન્ત! તે દુઃખવિપાક શું છે? ઉત્તર–એ દુઃખવિપાકમાં દુખવિપાક લેગનારાઓનાં નગરોનું ઉધાનેનું, વનષડેનું ચિત્યેનું એટલે કે અત્તરાયતનનું,
શ્રી નન્દી સૂત્ર
૨૫૧