Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિદ્ધશ્રેણિકાપરિકર્મ વર્ણનમ્
સ્વરૂપ છે? ઉત્તર—તેમાં દનાનું અથવા સનયાની દૃષ્ટિએનું કથન કરાયું છે તેથી તેનું નામ દૃષ્ટિવાદ પડયુ છે. આ દૃષ્ટિવાદ અંગમાં સમસ્ત જીવાદિક પદાર્થોની અથવા ધર્માસ્તિકાયાક્રિકેાની પ્રરૂપણા કરવામાં આવી છે. આ અંગ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારનું છે. તે પ્રકારો આ પ્રમાણે છે–(1) પરિકર્મ, (ર) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયાગ અને (૫) ચૂલિકા. જો કે આ આખું દૃષ્ટિવાદ અંગ વિચ્છિન્ન થઈ ગયુ છે તેા પણ જે કંઈ ઉપલબ્ધ થયુ છે. તે વિષે થોડુ લખવામાં આવે છે.
શિષ્ય પૂછે છે—હે ભદન્ત પરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તર-સૂત્રાદિકાને ગ્રહણ કરવાની ચાગ્યતા પ્રાપ્ત કરવી અથવા અ અવસ્થિત વસ્તુના ગુણાધાન કરવા તેને પરિકમ કહે છે. આ પરિકમના હેતુ હોવાથી શાસ્ત્ર પણ પરિકમ્ શબ્દથી વ્યવહત થઈ ગયું છે. એ રિકમ સાત પ્રકારના જેવાં કે—(૧) સિદ્ધશ્રેણિકાપરિકમ (૨) મનુષ્યશ્રેણિકાપરિક, (૩) પૃષ્ટ શ્રેણિકાપરિકમ, (૪) અવગાઢ શ્રેણિકાપરિકમ, (૫) ઉપસ'પાદનશ્રેણિકા પરિક, (૬) વિપ્રહાણશ્રેણિકાપરિક, તથા (૭) વ્યુતાચ્યુતશ્રેણિકાપરિકમ,
હવે શિષ્ય પૂછે છે હે ભદન્ત ! સિદ્ધ શ્રેણિકાપરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તરસિદ્ધ શ્રેણિકા પરિકમ નીચે પ્રમાણે ચૌદ પ્રકારનું કહેલ છે—
મનુષ્યશ્રેણિકા પરિકર્મ વર્ણનમ
(૧) માતૃકાપદ્ય, (૨) એકાથિંકપન્ન, (૩) અથ પદ, (૪) પૃથગાકાશપ૪, (૫) કેતુભૂત, (૬) રાશિદ્ધ, (૭) એકગુણ, (૮) દ્વિગુણ, (૯) ત્રિગુણ, (૧૦) કેતુભૂત, (૧૧) પ્રતિગ્રહ, (૧૨) સંસારપ્રતિગ્રહ, (૧૩) નંદાવર્ત અને (૧૪) સિદ્ધાવત. આ પ્રકારનું આ સિદ્ધશ્રેણિકાપરિકર્મનું સ્વરૂપ છે.
શિષ્ય પૂછે છે-મનુષ્યશ્રેણિકાપરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તર—મનુષ્યશ્રેણિકાપરિકમ પણ નીચે પ્રમાણે ચૌદ પ્રકારનું છે-(૧)
શ્રી નન્દી સૂત્ર
૨૫૩