Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાપના કરવામાં આવી છે, અજીવની સ્થાપના કરાઈ છે. તથા જીવ અને અજીવની સ્થાપના કરેલ છે. આ રીતે પરમતના નિરાકરણ પૂર્વક સ્વમતની સ્થાપના કરેલ છે, પરમતની સ્થાપના કરેલ છે, સ્વમત અને પરમતની સ્થાપના કરેલ છે. તથા લેકની સ્થાપના કરેલ છે, અને અલોકની સ્થાપના કરેલ છે લેક અને અલેકની સ્થાપના કરેલ છે.
એ જ રીતે આ સૂત્રમાં ટંકનું-પર્વતનાં વિચ્છિન્નતટનું, કૂટનું–શિખરનું, શિનુ-હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી આ છે પર્વતેનું, શિખરિયેનું-શિખરમુક્ત પર્વનું, પ્રાક્ષારનું-ક્યાંક ક્યાંક જુકેલા શિખજેનું અથવા-પર્વતના ઉપરી ભાગમાં નિકળેલા હાથીના મસ્તક જેવા પર્વત વિભાગનું, કુંડાનું-ગંગાપ્રપાત આદિ કુંડાનું, ગુફાઓનું, લેહ આદિ ધાતુઓના ઉત્પત્તિ સ્થાન આકર (ખાણે)નું હદોનું-જલાશયનું અને ગંગા આદિ મહાનદિયેનું કથન કરવામાં આવ્યું છે.
તથા એકવિધ વક્તવ્યતાનું, દ્વિવિધ વક્તવ્યતાનું તે પ્રમાણે દશવિધવક્તવ્યતા સુધીનું પણ તેમાં વર્ણન કર્યું છે. તથા જીવાદિકેની, પગલોની, અને ધર્માસ્તિકાય આદિકની તેમાં પ્રરૂપણું કરવામાં આવી છે. આ સ્થાનાંગસૂત્રની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ગ્લૅક છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, તથા સંખ્યાત સંગ્રહણિ ગાથાઓ છે. અંગેની અપેક્ષાએ આ સ્થાનાંગસૂત્ર ત્રીજું અંગ છે. આ ત્રીજ અંગમાં એક શ્રતસ્કંધ છે. દસ અધ્યયનસ્થાન છે. એકવીશ ઉદેશનકાળ અને એકવીસ જ સમદેશનકાળ છે. એકવીસ ઉદ્દેશકાળ આ પ્રમાણે છે-બીજા, ત્રીજા અને ચોથા સ્થાનમાં ચાર ચાર, તથા પાંચમાંમાં ત્રણ અને બાકીના છ અધ્યયનમાં પ્રત્યેકમાં એક એક ઉદ્દેશનકાળ છે. તેમાં તેરહજાર (૭૨૦૦૦) પદ છે. “ જ્ઞા જવા ” ઈત્યાદિ પદની વ્યાખ્યા અહીં પીસ્તાલીસમાં (૪૫) સૂત્રમાં કરાઈ ગઈ છે તે તે પ્રમાણે સમજી લેવી. આ સ્થાનાંગનું વર્ણન થયું સુ ૪૭ in
શ્રી નન્દી સૂત્ર
૨૪૧