Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પાંચમાં અંગરૂપ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની વાચનાએ સખ્યાત છે. સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ગ્લૅક છે. સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, સંખ્યાત પ્રતિપત્તિ છે. - આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગેની અપેક્ષાએ પાંચમું અંગ છે. તેમાં એક શ્રતસ્કંધ છે. તેમાં એકથી ડાં વધારે અધ્યયન છે. દશ હજાર ઉદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. બે લાખ અયાસી હજાર પદ , સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે. અનંત પર્યાય છે. અસંખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. તે ત્રસાદિ પદાર્થો જે ઉપર બતાવવામાં આવ્યા છે તેઓ શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત છે. તેમાં જિનપ્રક્ષપ્ત સમસ્ત ભાનું આખ્યાન થયું છે, પ્રજ્ઞાપન થયું છે, પ્રરૂપણ થયું છે, દર્શન કરાયું છે, નિદર્શન કરાયું છે, તથા ઉપદર્શન થયું છે. જે વ્યક્તિ આ અંગનું સારી રીતે અધ્યયન કરે છે તે વ્યક્તિ આત્મસ્વરૂપ થઈ જાય છે, જ્ઞાતા થાય છે અને વિજ્ઞાતા થાય છે. આ રીતે આ અંગમાં ઉપર પ્રમાણે ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે, પ્રજ્ઞાપિત થઈ છે, પ્રરૂપિત થઈ છે, દર્શિત કરાઈ છે. નિદર્શિત થઈ છે ઉપદર્શિત થઈ છે. આ પ્રમાણે આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગનું સ્વરૂપ છે. “રિસ્તાવના એ પદથી લઈને “જળ
જ પ્રેરણા આચરે” સુધીના જેટલાં પદ છે તે બધાની વ્યાખ્યા આચારાંગનું સ્વરૂપ નિરૂપણ કરતી વખતે કપમાં સૂત્રમાં કરી નાખેલ છે, તે ત્યાંથી સમજી લેવી. એ સૂત્ર ૪૯
જ્ઞાતાધર્મક્યા સ્વરૂપ વર્ણનમ્
રે વિજ થા ઇHE ? ઈત્યાદિ– શિષ્યને પ્રશ્ન-હે ભદન્ત! જ્ઞાતા ધર્મકથા નામના છઠ્ઠ અંગેનું શું સ્વરૂપ છે?
ઉત્તર–જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠાં અંગનું સ્વરૂપ આ પ્રમાણે છે
જ્ઞાતા નામ ઉદાહરણનું છે. જેમાં ઉદાહરણ પ્રધાન ધમકથાઓ છે તે જ્ઞાતાધર્મકથા છે. અથવા તેને બે શ્રુતસ્કંધ છે તેમના પહેલા શ્રતસ્કંધનું નામ જ્ઞાતા છે, અને બીજાનું નામ ધર્મકથા છે. આ રીતે એ બને મળવાથી
શ્રી નન્દી સૂત્ર
૨૪૪