Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તેમની ગણત્રી પણ ઉપર કહ્યા પ્રમાણે થાય છે. આચારાંગ સૂત્રમાં પદેની સંખ્યા અઢાર (૧૮) હજાર છે. એટલે કે આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ . સાર્થક શબ્દનું નામ પદ .
શંકા–આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ જે કહેવામાં આવે છે તે જે સંપૂર્ણ પચીશ અધ્યયનવાળા આચારાંગ સૂત્રના પદ હોય તો “નવ વંદ મળો મારા સંક્ષિ બો રે ગો” આ કથનથી તે વિરૂદ્ધ જાય છે?
ઉત્તર–એમ વાત નથી. કારણ કે જે એમ કહેવામાં આવ્યું છે કે આચારાંગમાં બે શ્રુતસ્કંધ, પચીશ અધ્યયન, પંચાશી અધ્યયનકાળ, પંચાશી સમુદેશેનકાળ છે તે તે સમસ્ત આચારાંગ સૂત્રનું પ્રમાણ કહ્યું છે. તથા એવું જે કહ્યું છે કે આચારાંગમાં અઢાર હજાર પદ તે કથન બ્રહ્મચર્યાત્મક પ્રથમ શ્રુતસ્કંધનું છે એમ સમજવું જોઈએ. તેથી તે કથનમાં કઈ વિરોધ લાગતું નથી.
જ્ઞા વરા” આચારાંગમાં અક્ષરનું પ્રમાણ સંખ્યાત છે, કારણ કે વેણુકાદિક પિતે જ સંખ્યાત છે. તથા ગમા-પદાર્થોને નિર્ણય અનંત છે. તેમની જે અનંતતા કહેવામાં આવી છે તેનું કારણ એ છે કે “જેસાવા, * ઈત્યાદિ રૂપ એક જ સૂત્રથી તે તે અનંત ધર્માત્મક વસ્તુને બોધ છતાને થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાદિક સમસ્ત વસ્તુઓ અનંત ધર્માત્મક છે–કઈ પણ વસ્તુ એકાન્ત રૂપથી એક ધર્મ વિશિષ્ટ નથી, એવી જૈન ધર્મની માન્યતા છે, તેથી સઘળા સિદ્ધાંત ગ્રન્થના કેઈ પણ સૂત્ર દ્વારા જીવાદિક વસ્તુઓનું પ્રતિપાદન થશે તે તે એજ રૂપે થશે, જેમ કે “ સાચ” આ સૂત્ર આત્મામાં એકતા બતાવતા એ બતાવે છે-કે આત્મા ત્રિકાળવતી અનેક પર્યાથી યુક્ત છે તથા તે અનંત શક્તિરૂપ અનંત ધર્મવાળે છે. “અનંતામ” આ રીતે અર્થ પરિચછેદ જીવાદિક પદાર્થોનું જ્ઞાન આ સૂત્ર દ્વારા થાય છે, તેથી એમ માનવું પડે છે કે આ સૂત્રમાં આ પ્રકારે અર્થ બોધકતા રહેલી છે. એજ
શ્રી નન્દી સૂત્ર
૨૩૩