Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વારા દ્વિવિધ અક્ષરનું સૂત્રમાં ગ્રહણ થયેલ દર્શાવ્યું છે. એ વાત સમજવામાં આવતી નથી, કારણ કે અકાર આદિ અક્ષરમાં સર્વદ્રવ્ય પ્રર્યાય પ્રમાણુતાને વિરોધ નડે છે. જ્ઞાનમાં એ વાત બંધબેસતી થતી નથી કારણ કે જ્ઞાનથી અન્ય મતિ આદિ જ્ઞાનેનું ગ્રહણ ન થતા પ્રકરણવશ કેવળજ્ઞાનનું જ જે ગ્રહણ થશે તે તે અપેક્ષાએ આ સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણતા ઘટાવવામાં કઈ મુશ્કેલી નડતી નથી, કારણ કે જગતમાં રૂપીદ્રવ્યોની તથા અરૂપીદ્રવ્યોની જેટલી ગુરુ લઘુ પર્યાય અને અગુરુલઘુ પર્યો છે તે બધીને કેવળજ્ઞાની ભગવાન પ્રત્યક્ષ હથેળીમાં રાખેલ ખેતી સમાન કેવળજ્ઞાનરૂપ આલેકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલાકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલોકમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા આ પ્રકારે ઘટિત થાય છે કે પ્રભુ જ્યારે જે સ્વભાવથી એક પર્યાયને જાણે છે એજ સ્વભાવથી બીજી પર્યાયને જાણતા નથી, પણ ત્યારે તેને જાણવામાં ભિન્ન સ્વભાવતા આવી જાય છે. જે એમ માનવામાં ન આવે તે એક સ્વાભાવા. વિગત હોવાથી તે બન્નેમાં એકત્વ આપત્તિને પ્રસંગ આવશે. ઘટ પર્યાયને જાણવાના સ્વભાવવાળે તે જ્ઞાની એજ સ્વભાવ દ્વારા જે પટ પર્યાયને જાણશે પટ પર્યાયમાં ઘટ પર્યાયરૂપતા આવવામાં બાધક જ કેણ થઈ શકે છે. જે એમ ન થાય તે પછી તેના દ્વારા પટપર્યાયની સમજણ પડી જ ન શકે, તે કારણે એ અવશ્ય માનવું પડે છે કે જગતમાં જેટલા પરિછેદ્ય-પદાર્થ છે–પર્યા છે. એટલી જ તેને જાણનારી તે જ્ઞાનની પર્યા છે. એ સમસ્ત પર્યાયે તે કેવળજ્ઞાનની સ્વભાવભૂત પર્યાય છે. તેથી પર્યાયની અપેક્ષાએ સમસ્ત દ્રવ્યની પર્યાયેના પ્રમાણાનુસાર જ્ઞાનમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણના આવી જાય છે પણ જે અકાર આદિ વર્ણસમૂહ છે તેમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા કેવી રીતે આવી શકે છે, કારણ કે જે વર્ણપર્યાય રાશિ છે તે સર્વદ્રવ્ય પર્યાના અનંતતમ ભાગમાં વર્તમાન કહેવામાં આવી છે.
શ્રી નન્દી સૂત્ર
૨૧૧