Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર-—શકા ખરાખર છે પણ અકાર આદિ જે વ છે તેમના પણ સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનેક ભેદ થઇ જાય છે, તે કારણે તેમનામાં પણ સદ્રવ્ય પર્યાંય પ્રમાણતા સુઘટિત થવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. શંકા——અકાર આદિ વર્ણોમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ સદ્રબ્ય પર્યાય રાશિતુલ્યતા કેવી રીતે ઘટાવી શકાય છે ?
ઉત્તર—ઉદાત્ત, અનુદાત્ત અને સ્વતિના ભેદથી અકાર ત્રણ પ્રકારના કહેલ છે. ઉદાત્ત અકારના, અનુદાત્ત અકારના અને સ્વરિત અકારના સાનુનાસિક અને નિરનુનાસિક, આ રીતે ખીજા પણ એ એ ભેદ પડે છે. એ છ ભેટ્ઠાના પણ હવ, દી, વ્રુત એવાં ખીજા પણ ત્રણ ત્રણ ભેદ થાય છે. આ પ્રકારે એકલા અકાર અઢાર પ્રકારના થાય છે. એજ રીતે અન્યવર્ણી સાથે જોડાયેલ અકાર પણ અનેક ભેદાવાળા થઈ જાય છે. જેમકે-૪માં મળેલા '31' અઢાર પ્રકારના બની જાય છે, એજ પ્રમાણે “”માં મળેલ તથા “\”થી લઇને “મૈં” સુધી મળેલા ‘' પણ અઢાર પ્રકારના થઈ જાય છે. જે રીતે આગ” ફક્ત એક એક વ્યંજનની સાથે મળતા અનેક પ્રકારના પ્રગટ કર્યો છે એજ પ્રકારે જ્યારે તે સજાતીય અને વિજાતીય અબ્બે વ્યંજનાની સાથે તથા સ્વરાન્ત સંયુક્ત તે તે વ્યંજનાની સાથે મળે છે ત્યારે અનેક ભેદવાળા થઈ જાય છે, એમ સમજવું. વધારે શું કહેવું! એક એક પણ ઉદાત્તાકિ ભેદ ખેલનાંરના સ્વરાના ભેદથી અનેક ભેઢવાળા ખની જાય છે. વાચ્યભેદથી પણ સમાનવ શ્રેણીવાળા શબ્દમાં પણ ભેદ આવી જાય છે, જેમકે “ કર શબ્દ જે સ્વભાવથી હસ્તરૂપ અર્થના એધ કરે છે એજ સ્વભાવથી તે કિરણ રૂપ અના ખાધ કરતા નથી, પણ સ્વભાવ ભેદ્યથી જ કરે છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે- કર ” શબ્દના અર્થ હાથ છે, કિરણ છે, પશુ જે સ્વભાવથી ૮ કર શબ્દ પેાતાના હાથરૂપ વાગ્યાથનું પ્રતિપાદન કરે છે એજ
શ્રી નન્દી સૂત્ર
૨૧૨