Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનાદિતાની સાથે સાથે અનંતતા પણ સુઘટિત થઈ જાય છે. (૪) આ ચતુભંગી જે પ્રકારે સામાન્યરૂપે શ્રતમાં ઘટિત કરી બતાવાઈ છે એજ પ્રકારે મતિજ્ઞાનમાં પણ ઘટિત કરી લેવી, કારણ કે જેમાં મતિ અને શ્રત સાથે જ રહે છે, છતાં પણ અહીં શ્રતજ્ઞાનનું પ્રકરણ ચાલે છે તેથી તેમાં જ આ ચતુર્ભગી દર્શાવવામાં આવી છે.
અહીં કેઈ શંકા કરે છે કે-તૃતીયભંગમાં અને ચતુર્થભંગમાં શ્રતમાં જે અનાદિતા પ્રગટ કરવામાં આવી છે, તે જઘન્યરૂપે છે કે મધ્યમરૂપે છે કે ઉત્કૃષ્ટરૂપે છે?
1 ઉત્તર––શ્રતની અનાદિતા ઉત્કૃષ્ટરૂપે નથી પણ તે જઘન્ય અને મધ્યમ રૂપે છે, કારણ કે તેનું માન (પ્રમાણ) આ પ્રમાણે છે
“सव्वागासपएसग्गं सवागासपएसेहिं अणंतगुणिय पजवगक्खरं નિઃ ” તાત્પર્ય એ છે કે સર્વાકાશથી લેકાકાશ અને અવકાકાશ, એ બન્નેને ગ્રહણ કરેલ છે. આ સર્વાકાશના જે નિર્વિભાગ ભાગ છે તેમનું નામ પ્રદેશ છે. એ પ્રદેશના પરિમાણુનું નામ છે. આ રીતે “સારા પ્ર મ્ ” આ પદને “સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ ” એ વાચ્યાર્થ થાય છે. આ સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ સમસ્ત આકાશના પ્રદેશથી અનંત ગણે કરતા પર્યાયાગ્રાક્ષર–પર્યાયપરિમાણ અક્ષર નિષ્પન્ન થાય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશ પર અનંત અનંત અગુરુલઘુ પર્યાને સદ્દભાવ માનવામાં આવ્યો છે. આ રીતે સમસ્ત આકાશના પ્રદેશની પર્યાનું આ પરિમાણ નીકળે છે. અને એટલું જ પ્રમાણ અક્ષરનું બતાવવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે એક એક આકાશના પ્રદેશ ઉપર જેટલી અગરુલઘુ પર્યાય છે તે બધી એકઠી કરતાં જેટલું તેમનું પ્રમાણુ આવે એટલું જ પ્રમાણુ અક્ષરનું છે. જો કે સૂત્રકારે સૂત્રમાં આકાશપદનું જ પ્રત્યક્ષ ઉપાદાન કર્યું છે, ધર્માસ્તિકાય આદિનું નહીં તો તેનું કારણ એ છે કે તેઓ આકાશની અપેક્ષાએ સૂમ છે, પણ અર્થતઃ સૂત્રકારે ધર્માસ્તિકાય આદિને પણ ગ્રહણ કરેલ છે. એ અપેક્ષાએ અર્થની સંગતતા આ પ્રમાણે થાય છે–સમસ્ત દ્રવ્યના પ્રદેશનું પરિમાણ તેમના સમસ્ત પ્રદેશથી અનંતગણું છે, અને એટલું જ પરિમાણ તે સમસ્ત દ્રની પ્રર્યાનું આવે છે. આ રીતે સમસ્ત દ્રવ્યની જેટલી પર્યાય છે
એટલું પ્રમાણ એક અક્ષરનું બતાવવામાં આવ્યું છે. જો કે સમસ્ત દ્રવ્યનું પર્યાય પ્રમાણ એક અક્ષરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે તે પણ જ્ઞાન અને અકાર આદિ વર્ણસમૂહના ભેદથી અક્ષર બે પ્રકારના કહ્યા છે. અક્ષરના એ બન્ને પ્રકાર અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમાં કઈ વિરોધ આવતું નથી.
શંકા–જ્ઞાન અને આકાર આદિ વર્ણના ભેદથી આપે જે અક્ષર શબ્દ
શ્રી નન્દી સૂત્ર
૨૧૦