Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ ભાષા વણસ્વરૂપ અને અવર્ણ સ્વરૂપ એ બે પ્રકારની હોય છે. જે ભાષામાં લોકવ્યવહાર ચાલે છે તે વર્ણાત્મક ભાષા છે, તથા ભેરી આદિના ધ્વનિરૂપ ભાષા અવર્ણ સ્વરૂપ છે. ભાષાની સમશ્રેણીનું તાત્પર્ય આ છે
ભાષાના ક્ષેત્રપ્રદેશમાં સમાન પંક્તિનું હોવું. એ શ્રેણિએ બેલનાર વ્યક્તિની છએ દિશાઓમાં થાય છે. તેમની અંદરથી ભાષા પ્રથમ સમયમાં જ લોકના અન્ત સુધી પહોંચી જાય છે, તેથી ભાષાની સમણિમાં રહેલ શ્રોતા જ્યારે કે ઈશબ્દને–ભલે તે પુરુષ આદિ સંબંધી હોય કે ભેરી આદિ સંબંધી હાયસાંભળે છે ત્યારે તે તેને મિશ્રિત જ સાંભળે છે. તથા જે વ્યક્તિ ભાષાની સમશ્રેણિમાં રહેલ નથી પણ વિશ્રેણિમાં રહેલ છે, તે નિયમતઃ પરાઘાત થતા વાસિત શબ્દદ્રવ્યને જ સાંભળે છે. ફક્ત નિવૃત શબ્દને નહીં, કારણ કે તે શ્રેણિ પ્રમાણે ગમન કરે છે. અને તેમનામાં તે સમયે પ્રતિઘાતનો અભાવ રહે છે | ૫ છે
હવે મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દ સૂત્રકાર બતાવે છે-“હા” ઈત્યાદિ
મતિજ્ઞાનના પર્યાયવાચી નવ નામ આ પ્રમાણે છે-(૧) ઈહા, (૨) અપેહ, (૩) વિમર્શ, (૪) માગણ, (૫)ગવેષણ, (૬) સંજ્ઞા, (૭) સ્મૃતિ, (૮) મતિ અને (૯) પ્રજ્ઞા. (૧) સદઈને વિચાર કરે તેનું નામ “' (૨) તે વસ્તુને નિશ્ચય થઈ જ તેનું નામ “ગપો' (૩) અવાયની પહેલાં અને ઈહાની પછી થનાર વિચારનું નામ “વિમ” (૪) અને અન્વયધર્મોનું અન્વેષણ કરવું તે “મા ” છે. (૫) વ્યતિરેક ધર્મોની આલોચના કરવી તેનું નામ “વેષણ છે. (૬) વ્યંજનાવગ્રહના ઉત્તર કાળમાં જે મતિવિશેષ થાય છે તેનું નામ “સંજ્ઞા છે. (૭) પૂર્વે અનુભવેલ અર્થનું સ્મરણ કરવું તેનું નામ “મૃતિ” છે. (૮) અર્થને પરિચ્છેદ થઈ ગયા પછી પણ તે અર્થના સૂક્ષ્મધર્મોનું આલેચન કરવું તે “ત્તિ છે. (૯) તથા તે પદાર્થને યથાર્થ પ્રભૂત ધર્માને વિચાર કરે તે “ છે. એ બધા મતિજ્ઞાનનાં જ પર્યાયવાચી શબ્દ છે. જો કે તેમનામાં શાબ્દિક ભેદ છે તો પણ મતિજ્ઞાન રૂપતાની સમાનતા હોવાથી એ બધાં મતિજ્ઞાન સ્વરૂપ જ છે. આ અભિનિબેધિક જ્ઞાન પક્ષ જ્ઞાન છે. આ પ્રમાણે મતિજ્ઞાનનું વર્ણન કરાયું | સૂ. ૩૬
હવે સકળ ચરણ કરણ ક્રિયાના આધારભૂત શ્રુતજ્ઞાનનું વર્ણન કરે છેતે જિં તું સુચના પોરવું ?” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
૧૮૬