Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થમાં આવ્યું છે. પ્રાણેન્દ્રિય, રસનાઈન્દ્રિય તથા સ્પર્શ ઈન્દ્રિય, એ આશ્લિષ્ટ અને પૃષ્ટ થયેલ પિતાના વિષયને-ગંધ, રસ અને સ્પર્શને જાણે છે. “વફ્ટ પુ'' એ આર્ષવાક્ય છે તેથી અહીં “g Tદ્ધ ” એમ સમજવાનું છે. એટલે કે એ ઈન્દ્રિયને વિષય પહેલાં એ ઈન્દ્રિયની સાથે પ્રુષ્ટ થાય છે, પછી બદ્ધ થાય છે. એવું તીર્થકર ગણુધરેએ કહ્યું છે.
બાર એજનથી આવેલ શબ્દને જીવ કર્ણ ઈન્દ્રય દ્વારા ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિષય કરી લે છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ, નવ, જન સુધીના ગંધ, રસ અને સ્પર્શ દ્રવ્યને ધ્રાણેન્દ્રિય આદિ ઈન્દ્રિ દ્વારા જીવ વિષય કરી લે છે. જઘન્યની અપેક્ષાએ રૂપને છેડીને અંગુલના અસંખ્યાતમાં ભાગથી આવેલ શબ્દાદિક દ્રવ્યને જીવ જાણી લે છે. જઘન્યની અપેક્ષાએ ચક્ષુ દ્વારા જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગવતિ, રેગ્ય સ્થાનમાં રહેલ એવાં યોગ્ય વિષયરૂપ દ્રવ્યોને જાણી લે છે. તથા ઉત્કટની અપેક્ષાએ આત્માગુલના માપથી કંઈક વધારે એક લાખ જનવતી દ્રવ્યને જાણ લે છે. આ કથન ભાસ્વર દ્રવ્યની અપેક્ષાએ કહેલ છે, એમ સમજવાનું છે. જીવ ચક્ષુઈન્દ્રિય દ્વારા એકવીસ લાખ એજનથી પણ દૂર રહેલ ભાસ્વર દ્રવ્ય જેવું છે. જેમકે કર્ક સકાતિમા પુષ્પકવર કપાધમાં રહેલ માનુષેત્તર પર્વતના પ્રત્યાસન્નવતી જીવ સૂર્યના બિંબને જવે છે. કહ્યું પણ છે–
" लक्खे हि एगवीसाए साइ रेगे हि पुक्खर वरद्धंमि।
उदये पेच्छंति नरा, सूरं उक्कोसए दिवसे" ॥१॥ શંકા–મનુષ્ય કોંન્દ્રિય દ્વારા સ્પષ્ટ શબ્દને સાંભળે છે એમ જે કહેલું છે, તે વિષયમાં આ પ્રશ્ન છે કે-મનુષ્ય કણેન્દ્રિય દ્વારા શબ્દ પ્રયોગ કરતી વખતે નિકળેલ એક માત્ર શબ્દ દ્રવ્યોને સાંભળે છે અથવા તેમનાથી જુદા તભાવિત શબ્દને? અથવા મિશ્ર શબ્દોને સાંભળે છે?
ઉત્તર–મનુષ્ય કન્દ્રિય દ્વારા ફક્ત શબ્દ પ્રયોગ નિરુત શબ્દ દ્રવ્યોને સાંભળતું નથી, કારણ કે તેઓ તે સમયે વાસક (સંસ્કારક) હોય છે. તથા શબ્દગ્ય દ્રવ્ય સકળ લોકમાં વ્યાપ્ત રહ્યા કરે છે, તેથી તદભાવિત શબ્દ વિના ફક્ત શબ્દ દ્રવ્યનું કર્ણેન્દ્રિય દ્વારા સંભળાવું તે અસંભવિત છે, તેથી તદુભાવિત શબ્દોનું અથવા મિશ્ર શબ્દોનું જ સંભળાવું સંભવિત છે, તે કારણે શ્રોતા એવાં શબ્દને જ સાંભળે છે, ફક્ત શબ્દ દ્રવ્યને જ નહીં એ જ વાત સૂત્રકાર હવે પછીની ગાથામાં સ્પષ્ટ કરે છે
મારા સમલી ” ઈત્યાદિ. શબ્દરૂપે પરિણત થઈને નિકળેલ પુગલ દ્રવ્યસમૂહને ભાષા કહે છે.
શ્રી નન્દી સૂત્ર
૧૮૫