Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યકશ્રુતસ્ય સાદિપર્યવસિતત્વા નાદ્યપર્યવસિતત્વ નિરૂપણમ્
હવે સમ્યકૃતનું સાદિપર્યવસિત અને અનાદિ અપર્યવસિત રૂપે વર્ણન કરે છે-“વિં સપરનિયં?” ઈત્યાદિ
શિષ્ય પૂછે છે-હે ભદન્ત આદિ અને અંત સહિત સમ્યકૃતનું શું સ્વરૂપ છે? તથા અનાદિ અને અન્તરહિત સમ્યકકૃતનું શું સ્વરૂપ છે?
ઉત્તર–આ પૂર્વોક્ત ગણિપિટક રૂપ દ્વાદશાંગશ્રુત પર્યાયાર્થિકનયની અપે. ક્ષાએ આદિ અન સહિત છે. વ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ છે “પર્યાય”. આ પર્યાયને બેધક જે નય છે તેનું નામ વ્યવચ્છિત્તિનય છે. તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે અનાદિ અનંતરૂપ છે. અહીં અવ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ દ્રવ્ય છે. એ દ્રવ્યને જે નય મુખ્યત્વે વિષય કરે છે તે દ્રવ્યાર્થિનય અવ્યવચ્છિત્તિનય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સમ્યકક્ષતને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે એ ગણિપિટકરૂપ સમ્યકૃત સાદિ અને અંતસહિત હોય છે, કારણ કે પર્યાયાર્થિકનય દ્રવ્યને મુખ્યત્વે વિષય કરતો નથી. પર્યાયને જ મુખ્યત્વે વિષય કરે છે. કેઈ પણું પર્યાય નિત્ય હતી નથી. સઘળી પર્યાયે સાદિ (આદિ સહિત) અને સાંત (અંત સહિત) હોય છે. આ રીતે જે ગણિપિટકરૂપ એ દ્વાદશાંગ સમ્યકકૃત પર્યાયરૂપ માનવામાં આવે તે તેમાં સાદિ અને સાંતતા આવે છે. તથા જે તેને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દ્રવ્ય અનાદિ અનંત હોય છે. દ્રવ્યાર્થિક નય મુખ્યત્વે દ્રવ્યને જ વિષય કરે છે. આ અપેક્ષાએ સમ્યકકૃત અનાદિ અને અપર્યવસિત-અન્તરહિત મનાય છે. દ્રવ્યનું મૌલિક સ્વરૂપ જ અનંત અનંતરૂપ છે.
આ સમ્યફકૃત સંક્ષિપ્તમાં ચાર પ્રકારનું વર્ણવેલું છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે-એક પ્રકાર દ્રવ્યની અપેક્ષાએ, બીજો પ્રકાર ક્ષેત્રની અપેક્ષાએ, ત્રીજો પ્રકાર કાળની અપેક્ષાએ, અને એ પ્રકાર ભાવની અપેક્ષાએ.
દ્રવ્યની અપેક્ષાએ જે પહેલે પ્રકાર છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે એક પુરુષની અપેક્ષાએ સભ્યશ્રતને વિચાર કરાય છે ત્યારે તેમાં તેની અપે. ક્ષાએ સાદિ સાંતતા જ આવે છે, કારણ કે જ્યારે તે સમ્યક્ત્વ પુરુષને પ્રાપ્ત થશે ત્યારે જ તેના દ્વારા ગૃહિત તે શ્રુતમાં સભ્યપણું આવશે, અથવા તે સમ્યફ
શ્રી નન્દી સૂત્ર
૨૦૬