Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા અવાય અને ધારણારૂપ માન્યતાનું નામ મતિ છે. આ રીતે મતિ અને બુદ્ધિ વચ્ચે ભેદ સમજવાનું છે. એ મિથ્યાશ્રુત આ પ્રમાણે છે-(૧) ભારત, (૨) રામાયણ (૩) ભીમસુર દ્વારા રચિત શાસ્ત્ર (૪) ચાણકયે બનાવેલું અર્થશાસ્ત્ર, (૫) શકટ ભદ્રિકા, (૬) ઘેટકમુખ નામનું શાસ્ત્ર, (૭) કાર્યાસિક, (૮) નાગસૂક્ષ્મ. (૯) કનક સપ્તક, (૧૦) વિશેષિક દર્શન, (૧૧) પિટકત્રય, (૧૨) ત્રિરાશિક સંપ્રદાય સંબંધી ગ્રન્નવિશેષ, (૧૩) સાંખ્યશાસ્ત્ર, (૧૪) ચાર્વાકદર્શન, (૧૫) ષષ્ઠિતંત્ર-સાંખ્યોને ગ્રન્થવિશેષ, (૧૬) માઠર–સેળ તની સ્થાપના કરનાર ન્યાયશાસ્ત્રને ગ્રન્થવિશેષ, (૧૭) પુરુણ, (૧૮) વ્યાકરણ, (૧૯) ભાગવત, (૨૦) પાતંજલ, (૨૧) પુષ્પદેવત, (૨૨) લેખ, (૨૩) ગણિત, (૨૪) શકુનરુત અને (૨૫) નાટક તથા બોતેર કળાઓ સાંગોપાંગ ચારે વેદ. એ ભારતાદિક શ્રત જ્યારે મિાદષ્ટિ જી દ્વારા મિથ્યાત્વપૂર્વક પરિગૃહીત કરાય છે, તે વખતે તે વિપરીત અભિનિવેશને વધારવાનું કારણ હોવાથી મિથ્યાશ્રત મનાય છે. તથા જે સમયે એ સમ્યગૃષ્ટિ જીવે દ્વારા સમ્યકૃત્વપૂર્વક ગ્રહણ કરોય છે, ત્યારે તેઓ તેને પોતાની અંદર રહેલ અસારતાના પ્રદર્શક થાય છે. તેથી તેના આત્મામાં સમ્યક્ત્વ પરિણામ વધારે સ્થિર થાય છે. તેથી તે સમ્યગદષ્ટિની અપેક્ષાએ તેમને સમ્યકશ્રુતરૂપે પણ મનાય છે. અથવા કઈ કેઈ મિથ્યાષ્ટિ જીવને માટે પણ એ ભારતાદિક શ્રત સમ્યકકૃતરૂપે પરિણસુમિત થાય છે, કારણ કે તેઓ તે આત્મામાં સમ્યકત્વનું કારણ બને છે. તેઓ તેને માટે સમ્યકત્વનું કારણ કેવી રીતે બને છે? એજ વાત અહીં સ્પષ્ટ કરી વામાં આવે છે-
મિથ્યાદષ્ટિ જીવ જ્યારે ભારતાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદિત સિદ્ધાંતોનું અવલોકન કરે છે ત્યારે જે તેને પૂર્વાપર વિધ નજરે પડે છે અથવા તે એ પણ વિચાર કરે છે કે આ વેદાદિક શાસ્ત્રોમાં મોટે ભાગે અતીન્દ્રિયાર્થોનું સમર્થન કર્યું છે પણ તેનું સમર્થન કરનારા વિતરાગ સર્વજ્ઞ નથી, જેમણે તેમનું સમર્થન કર્યું છે તેઓ તે અમારા જેવી રાગાદિક દોષથી દૂષિત વ્યકિત છે, તેથી તેમના દ્વારા અતીન્દ્રિય અર્થોનું પ્રતિપાદન સમીચીન રીતે થઈ શકે નહીં કારણ કે તેઓ એ વિષયને પૂર્ણ રીતે સમજી જ શક્યા નથી, તે કારણે એ શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધાર્થ પ્રરૂપણતા નજરે પડે છે, તેથી જો વાત એ પ્રમાણે છે તે પછી એ વેદાદિક દ્વારા વાસ્તવિક અર્થની પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? આ પ્રમાણે પૂર્વાપર વિરોધના વિચારથી પ્રેરાતા કેટલાક વિવેકી મિથ્યદૃષ્ટિ જીવ પિત પિતાનાં દર્શનેને પરિત્યાગ કરે છે અને અહંત ભગવાન સર્વજ્ઞના શાસનને અંગીકાર કરે છે. આ રીતે કઈ કઈ મિથ્યાદષ્ટિ જીવમાં સમ્યગૃષ્ટિ પેદા કરવાને કારણરૂપ હેવાથી વેદાદિક શાસ્ત્ર તેની અપેક્ષાએ સમ્યગુશ્રુત પણ માની લેવામાં આવે છે. આ રીતે અહીં સુધી મિથ્યાશ્રુતનું વર્ણન થયું છે સૂ. ૪૧ /
શ્રી નન્દી સૂત્ર
૨૦૫