Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયોને જાણવા તે અહત થવામાં કારણરૂપ મનાય તે વ્યવહાર નયની માન્યતા પ્રમાણે ચાલનાર કેટલીક વ્યક્તિઓ દ્વારા કલ્પિત ઋષિઓમાં પણ અહંતતા આવી જશે. આ રીતે તેમની સાથે તુલ્યતાની મુશ્કેલી આવી જ પડે છે ?
ઉત્તર—આ રીતે પણ તુલ્યતાની મુશ્કેલી આવતી નથી કારણ કે સૂત્રમાં તે વાતના નિરાકરણ માટે “સર્વ wજૂર્દૂિ સન્ન રિહિં એવા પદે મૂક્યાં છે. એ પદે એ સ્પષ્ટ કરે છે કે તીર્થકર અહંત જ સર્વજ્ઞ અને સર્વદશી છે, એ કષિજન નથી. તેમનામાં સર્વજ્ઞતા એ કારણે આવતી નથી કે તેઓ સમસ્ત જીવાદિક દ્રવ્યોના પ્રદેશ અને તેમની પર્યાના જાણકાર હોતા નથી. તથા સર્વદશિત્વ તે કારણે આવતું નથી કે તેઓ ફળમૂળ આદિને આહાર કરે છે. ફલમૂળ આદિને આહાર કરનારમાં સમસ્ત પ્રાણીઓની સાથે આત્મતુલ્યતાની દષ્ટિ રહેતી નથી. આ રીતે વ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે પરિકલ્પિત મુકત થી ભિન્ન તીર્થંકર અહંત પ્રભુ છે, એ વાત એ વિશેપણે દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. (૬) એ સૂ. ૪૦
મિથ્યાશ્રુત ભેદવર્ણનમ્
હવે સૂત્રકાર મિથ્યાશ્રુતનું વર્ણન કરે છે-“ ક્રિ નં મઝાતુર્થ૦” ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! મિથ્યાશ્રુતનું શું સ્વરૂપ છે ?
ઉત્તર–મિથ્યાકૃત તે છે કે જેને અજ્ઞાની--અલ્પમતિવાળા–મિથ્યાદષ્ટિ જીએ પિતાની સ્વછંદ મતિ અને બુદ્ધિ દ્વારા પરિકપિત કર્યું છે. અહીં જે “સ્વછંદ મતિ બુદ્ધિ” એમ કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જે મિથ્યાદષ્ટિ જીવ હોય છે તેઓ સર્વજ્ઞ પ્રણત અર્થ પ્રમાણે પદાર્થોની પ્રરૂપણ કરતા નથી, પણ પોતાના અભિપ્રાય પ્રમાણે જે પિતાની બુદ્ધિ અને મતિમાં આવે છે એને જ સત્ય કલ્પી લે છે. અહીં અવગ્રહ અને બહારૂપ માન્યતાનું નામ બુદ્ધિ છે,
શ્રી નન્દી સૂત્ર
૨૦૪