Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનુ તાત્પર્ય એ છે કે જે જીવ પેાતાનાં શરીરના પાલનને માટે બુદ્ધિપૂર્ણાંક ઈટ આહારમાં પ્રવર્તિત થાય છે તથા અનિષ્ટ આહારથી નિર્તિત થાય છે તે હેતૂપદેશની અપેક્ષાએ સ'ની કહેલ છે. એવું પ્રાણી દ્વીન્દ્રિયાદિક જીવ પણ છે, કારણ કે તેની જે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કે ચિંતન થાય છે તે માનસિક વ્યાપાર વિના થતુ નથી. માનસિક વ્યાપારનું નામ જ સંજ્ઞા છે. જો આ પ્રકારની સંજ્ઞા અહી છે તે તેએ પણ સરી જ છે, એટલે કે આ રીતે હેતુપદેશની અપેક્ષાએ અસ’જ્ઞીજીવ પણ સંજ્ઞી માની લેવાય છે, કારણ કે એ જીવામાં પણ પ્રતિનિયત વિષયેાની તરફ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષિત હાય છે. દ્વીન્દ્રિયાક્રિક જીવામાં જે ઈષ્ટાનિષ્ટ વિષયાનુ ચિન્તન થાય છે તે વર્તમાન કાલિક જ હાય છે-ભૂત ભવિષ્ય વિષયાને લઈને થતું નથી. આ હેતુપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણાના વિચારમાં ભાવમનની અપેક્ષા રાખેલ છે, અને કાલિકી ઉપદેશની અપેક્ષાએ સનીપણાના વિચારમાં દ્રવ્યમનની એ રીતે ભાવમનની અપેક્ષાએ જો કે આત્મસ્વરૂપ હાય છે દ્વીન્દ્રિયાદિક અસ ની જીવ સન્ની કહેવાય છે, જે જીવામાં અભિસંધારણપૂર્વક કરણુશક્તિ હૈાતી નથી તેએ હતુ. પદેશની અપેક્ષાએ પણ સંજ્ઞી નથી પણ અસ'ની જ છે, એવા જીવ પૃથિવ્યાક્રિક એકેન્દ્રિય માનવામાં આવ્યાં છે, કારણ કે તે જીવાની જે ઇષ્ટાનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે તે અભિસંધારણપૂર્વક થતી નથી. તથા જે આહારાદિ સંજ્ઞા તે પૃથિવ્યાક્રિકામાં છે તે પણ અત્યંત અવ્યક્તરૂપમાં છે, તેથી એ અપેક્ષાએ પણ તેમનામાં સજ્ઞીપણાનું આરેાપણુ શકય નથી. આ રીતે અહી સુધી હેતૂપદેશની અપેક્ષાએ સજ્ઞી જીવનું વર્ણન થયું. તથા તેના સંબંધથી અસ નીજીવતું પણ વર્ણન થયું.
શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! દૃષ્ટિવાદની અપેક્ષાએ સ’જ્ઞીજીવનું શું સ્વરૂપ છે ? ઉત્તર—દૃષ્ટિવાદની અપેક્ષાએ સંગીજીવનું સ્વરૂપ આ પ્રમાણે છે
સંજ્ઞીશ્રુતના આવારક કના ક્ષચેાપશમથી જીવ “ સન્ની ”” એ પ્રકારના બ્યપદેશથી ચુક્ત છે. સમ્યજ્ઞાનનુ નામ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે જીવને પ્રાપ્ત છે તે સંજ્ઞી મનાય છે. એ અપેક્ષાએ સમ્યગ્રષ્ટિ જીવ જ અહીં સંજ્ઞી પદ્મથી વ્યવઇ થયેલ છે. સમ્યગ્દષ્ટિ જીવનુ જે શ્રુત છે તે સંજ્ઞીશ્રત સભ્યશ્રુત છે. આ સ`ગીશ્રુતના આવારક ક–શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી જે જીવમાં “ સ'ની ” આ પ્રકારના વ્યપદેશ થયા છે તે દ્રષ્ટિવાદની અપેક્ષાએ સન્ની મનાયા છે. ક્ષાાપશમિક જ્ઞાનવાળા સમ્યક્દષ્ટિ જીવ જ દૃષ્ટિવાદની દૃષ્ટિએ સરીપદને વાચ્યા કહેલ છે. એ જીવ પેાતાની શક્તિ પ્રમાણે રાગાદિક દોષોને દૂર કરવાને તત્પર રહે છે, અને તેને આત્મા ખીજા સાધારણ જીવા કરતાં વિશેષ મહત્વવાળા હાય છે. સમ્યાની જીવ જે રીતે અનત સંસારના કારણભૂત શગાર્દિકાના સર્વથા નાશ કરવામાં ઉદ્યોગી રહે છે, એજ રીતે આ સમ્યગ્દૃષ્ટિ જીવ પણ એજ વિચાર કર્યા કરે છે કે હું પણુરાગાદિકાના નિગ્રહ કરવાને
શ્રી નન્દી સૂત્ર
૧૯૭