Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચડેલી છે, અને કાગડા વગેરે પક્ષીઓના માળા સ્પષ્ટ દેખાય છે. અહીં જ્યારે સૂર્ય અસ્ત પામી રહ્યો છે અને આ છે આ છો અંધકાર છવાઈ રહ્યો છે ત્યારે આ મહારણ્યમાં આ સ્થાણુની જ સંભાવના છે, પુરુષની નહીં, કારણ કે પુરુપનું અસ્તિત્વ દર્શાવનાર માથું ખંજવાળવું, હાથ ડેક આદિનું હલનચલન આદિ ધર્મ છે તે જણાતાં નથી, તેથી આવા પ્રદેશમાં આ સમયે સામાન્ય રીતે મનુષ્યના અસ્તિત્વની સંભાવના નથી, તેથી એ સ્થાણુ જ હોવું જોઈએ, પુરુષ નહીં. કહ્યું પણ છે
"अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः ।
प्रायस्तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना"॥१॥
એટલે કે–આ નિર્જન વન છે, સૂર્ય પણ અસ્ત પાપે છે, તેથી આ સમયે અહીં મનુષ્યની સંભાવના નથી, તેથી માળાઓ અને લતાઓથી યુક્ત સ્થાણુ જ હેવું જોઈએ આ શ્લોકમાં જે “જરાતિ સમાજનાજ્ઞા” એ પદ , તેને અર્થ આ પ્રમાણે છે–સ્મરાતિ મહાદેવના નામ સમાન નામવાળું સ્થાણુ, આ રીતે વસ્તુના નિર્ણય કરવાની તરફ ઢળતું જે જ્ઞાન છે તેનું નામ શું છે. સંશયમાં અને ઈહામાં આ રીતે તફાવત પડે છે-સંશયમાં નિર્ણયની તરફ ઝુકવાપણું નથી ત્યારે છું માં છે. ઈહામાં તદ્દન નિશ્ચય નથી. એ નિશ્ચય તે જવાચજ્ઞાન માં જ છે. તેથી
ને કવચિજ્ઞાન ની આગળ માનેલ છે. એજ રીતે જ્યારે અવગડ જ્ઞાનને વિષય “આ મનુષ્ય છે” એ હોય છે ત્યારે તેમાં પણ સદ્ભૂત વિશેષ અર્થની પર્યાલચના થાય છે, જેમકે “આ મનુષ્ય દક્ષિણને છે કે ઉત્તર છે” જ્યારે આ પ્રકારના અવગ્રહ પછી સંશયજ્ઞાન થાય છે ત્યારે તેના નિવારણને માટે જે એવું જ્ઞાન થાય છે કે–“એ દક્ષિણ દેશને હવે જોઈએ, કારણ કે દક્ષિણદેશમાં જે જાતને પહેરવેશ હોય છે તે પ્રકારને પહેરવેશ તેણે ધારણ કરેલ છે ? તથા અવગ્રહથી ગ્રહણ કરેલ અર્થના નિર્ણયરૂપ જે અધ્યવસાય (પ્રયત્ન) છે તે અવાજ છે. જેમ કે “આ શબ્દ શંખને જ છે” અથવા “આ સ્થાણુ જ છે” આદિ. આ રીતે નિશ્ચયાત્મક બેધનું નામ જવાય છે. નિર્ણય, અવગમ, એ બધા વા નાંજ પર્યાયવાચી શબ્દો છે. સવાર-નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ રહે છે પછી મન વિષયનરમાં ચાલ્યું જાય છે, તેથી તે નિશ્ચયને લેપ થાય છે, પણ તે એવા સંસ્કાર મૂકી જાય છે કે જેથી આગળ કઈ ગ્ય નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું મરણ થઈ આવે છે. “આ નિશ્ચયની સતત ધારા, તેનાથી જનિત સંસ્કાર અને સંસ્કારજનિત સ્મરણ” મતિના એ સઘળા વ્યાપાર ધારણા છે. એજ વાતનું સ્પષ્ટીકરણ કરતા ટીકાકાર કહે છે કે–નિણીત અર્થવિશેષનું ગ્રહણ જ ધારણું છે, આ ધારણાનાં આ રીતે ત્રણ
શ્રી નન્દી સૂત્ર
૧૪૧