Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઃઃ
એવું જે વિશેષણ લગાડેલ છે, તેનાથી એવા અથ પ્રાપ્ત થાય છે, કે શબ્દ સાંભળતાં શબ્દનું તે અવાયજ્ઞાન જ થાય છે. પણ આ શબ્દ શંખના છે અથવા શિગડાના છે કે કોઈ પુરુષ આદિના છે ” તે રૂપે નિશ્ચય નહીં થઈ શકવાને કારણે તે અવ્યક્ત છે. એવા અર્થ કરતા જ નીચેના સૂત્રાંશની સાથે સુસ'ગતતા આવી શકશે. તે આ પ્રકારે-જ્યારે શ્રોતા શબ્દ સાંભળે છે ત્યારે તેને એ નિશ્ચય થઈ જાય છે કે આ શબ્દ છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ કાના છે? શ ંખના છે કે શિંગડાનેા છે ? અથવા પુરુષ વગેરેના છે ? જ્યારે આ પ્રકારે વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવેશ કરે છે. ત્યારપછી તે એ જાણી લે છે કે આ શબ્દ અમુકના છે. આ પ્રકારે સમજાવવાથી જ અર્થની સુસંગતતા ઘટાવી શકાય છે. શંકા કરનારની આ શંકાનું તાત્પર્ય આ પ્રમાણે છે-શંકા કરનાર જાગૃત અવસ્થામાં શબ્દનું શ્રવણુ થતાં કેવળ તેનું અવાયજ્ઞાન જ માને છે, અવગ્રહરૂપ જ્ઞાન નહીં', તે કારણે શકા કરનારે આ સૂત્રના અને શબ્દનું અવાયજ્ઞાન થયાં પછી “ આ શબ્દ કાના છે” તે વિષેની જિજ્ઞાસામાં ઈહા આદિના સમધમાં ઘટાન્ચે છે.
ઉત્તર—શ કાકરનારનું એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે જ્યારે પણ જે કાઈ પણ વસ્તુના નિશ્ચય થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે, એવા નિયમ છે. ઈહાજ્ઞાન થયાં વિના વસ્તુનેા યથા નિશ્ચય થઈ શકતે નથી. જુવે આંખા જ્યારે ધુમાડાથી રૂંધાઈ જાય છે ત્યારે ધુમાડાથી રૂંધાયેલ આંખાવાળી તે વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે શું આ ધુમાડે છે કે કોઈ મચ્છવિશેષ છે? આ રીતે સદેહશીલ વિચાર પછી જ્યાં સુધી તે ધુમાડા વડે થતા કડક્ષરણુ, કાલીકરણ, તથા સેષ્મતા આદિ ધર્મના અનુભવ કરતા નથી, ત્યાં સુધી તે ધુમાડાને ધુમાડારૂપે નિર્ણય કરી શકતા નથી. કારણ
શ્રી નન્દી સૂત્ર
૧૭૪