Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનના વિષયમાં થતું નથી. ફકત ચાર ઈન્દ્રિયેના વિષયમાં જ થાય છે. તેથી તે ચાર પ્રકાર છે. તે ચારપ્રકારમાંના દરેક ક્ષિપ્રાદિભેદથી બાર બાર પ્રકારના હોય છે. તેથી બધા ભેદ મળીને તે અડતાળીસ (૪૮) પ્રકારને થાય છે. પૂર્વોકત ૨૮૮ અર્થાવગ્રહનાભેદમાં વ્યંજનાવગ્રહના ૪૮ ભેદ ઉમેરતા કુલ ૩૩૬ ભેદ થાય છે. આ રીતે આભિનિધિક જ્ઞાન ત્રણસે છત્રીસ (૩૩૬) ભેદવાળું હોય છે. એ ભેદ મતિજ્ઞાનવરણ કર્મના ક્ષપશમની ઉત્કર્ષતા અને અપકર્ષતાને લીધે થાય છે.
શંકા–અવગ્રહને કાળ શાસ્ત્રમાં એકસમય કહ્યો છે. બહુ અવગ્રહ, બહુવિધ અવગ્રહ, આદિરૂપ જે બાર પ્રકારના અવગ્રહ હમણા બતાવવામાં આવ્યા છે, તે એકસમયપ્રમાણવાળા કેવી રીતે હોઈ શકે છે, કારણ કે આ અવગ્રહવિશેષને ગ્રાહક થાય છે?
ઉત્તર–શંકા બરાબર છે, પણ વિચારકરવાથી તેનું સમાધાન મળી જાય છે. તે આ પ્રકારે છે અવગ્રહ બેપ્રકારના બતાવ્યા છે (૧) ઐશ્ચયિક, (૨) વ્યાવહારિક. નૈઋયિક અવગ્રહને જ કાળ એકસમયને છે, તેને વિષય સામાન્ય છે, અને તે પરમગિજ્ઞાનગમ્ય છે. આ નિશ્ચયિક અવગ્રહની પછી ઈહા, અને ઈહા પછી અવાય પ્રવર્તિત થાય છે. આ જે અવાયજ્ઞાન છે તે ઔપચારિક રીતે અવગ્રહરૂપ માની લેવાય છે, કારણ કે તેના પછી અન્યાન્ય વિશેની જિજ્ઞાસા થાય છે.
- જ્યારે “આ શબ્દ છે આ પ્રકારનું અવાયજ્ઞાન થાય છે ત્યારે એ જિજ્ઞાસા થાય છે કે “આ શબ્દ કોને છે? શું શંખને છે અથવા શ્રેગને છે?” શંખને હવે જોઈએ” આ પ્રમાણે નિર્ણય તરફ ઢળતો જે બેધ થાય છે તે ઈહા છે. આ ઈહા પછી અવાય થાય છે કે “આ શબ્દ શંખને જ છે” આ પ્રકારે જે આ અવાયજ્ઞાન શબ્દવિશેષને વિષય કરનારું હોય છે
શ્રી નન્દી સૂત્ર
૧૭૯