Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં બહુનું તાત્પર્ય અનેક છે. જ્યારે શ્રોતા શંખ, પહ, આદિ વિવિધ શબ્દ સમૂહમાંથી એક એકના શબ્દને અવગ્રહજ્ઞાનના વિષયભૂત કરે છે, ત્યારે તેનું નામ “ચંદુને અવગ્રહ છે. કમશઃ બે કે તેથી વધુ શબ્દનું જ્ઞાન આ બહુના અવગ્રહમાં વિવક્ષિત થયું છે ૧. જ્યારે શ્રોતા એક જ કેઈ શબ્દને સાંભળે છે ત્યારે તે તેનાથી “જનું અવગ્રહજ્ઞાન મનાય છે ૨. જે સમયે શ્રોતા શખ પટહ આદિના અનેક શબ્દસમૂહમાંથી એક એક શબ્દને સ્નિગ્ધ, ગાંભીર્ય આદિ અનેક પર્યાયથી વિશિષ્ટ જાણે છે, ત્યારે તે પ્રકારનું જ્ઞાન બહુવિધ અવગ્રહ કહેવાય છે ૩. અને જ્યારે શ્રોતા એક કે અનેક શબ્દને એક જ પર્યાયથી વિશિષ્ટ જાણે છે ત્યારે તે જ્ઞાન એકવિધને અવગ્રહ કહેવાય છે. બહુવિધમાં પિતાની પર્યામાં વિવિધતા રાખનાર અનેક પદાર્થોનું જ્ઞાન વિવક્ષિત થયું છે, ત્યારે પિતાની પર્યાયામાં એક પ્રકારતા રાખનાર પદાર્થોનું જ્ઞાન એકવિધમાં વિવક્ષિત થયું છે ૪. શબ્દને જલ્દી જાણ તે ક્ષિકને અવગ્રહ છે ૫. લાંબે કાળે શબ્દનું જ્ઞાન થયું તેનું નામ ચિરને અવગ્રહ છે . એવું જોવામાં આવે છે કે ઈન્દ્રિય વિષય આદિ સઘળી બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત ક્ષોપશમની પટુતાને કારણે એક માણસ તે વિષયનું જ્ઞાન જલ્દી પ્રાપ્ત કરી લે છે, અને ક્ષપશમની મદતાને કારણે બીજે માણસ મોડું પ્રાપ્ત કરે છે (૫-૬). શબ્દસ્વરૂપથી શબ્દને જાણ, અનુમાનથી નહીં, તેનું નામ અનિશ્રિતાવગ્રહ છે ૭. અનુમાનથી શબ્દને જાણ તેનું નામ નિશ્રિતાવગ્રહ છે ૮. સંદેહરહિત થઈને શબ્દને જાણ તેનું નામ અસંદિગ્ધાવગ્રહ છે ૯. સંદેહયુક્ત શબ્દનું જ્ઞાન થવું તેનું નામ સંદિગ્ધાવગ્રહ છે ૧૦. સદા બહુ આદિ રૂ૫થી શબ્દને જાણો તેનું નામ વાવગ્રહ છે ૧૧. અને કઈ કઈ વાર જાણ તેનું નામ અધુવાવગ્રહ છે. ૧૨. અસંદિગ્ધ અવગ્રહનું તાત્પર્ય આ પ્રમાણે છે. જેમકે “આ શબ્દ મનુષ્યને જ છે બીજાનો નહીં. સંદિગ્ધાવગ્રહમાં આ પ્રકારનું જ્ઞાન થશે કે “આ શબ્દ મનુષ્યને છે અથવા બીજા કોઈને છે ? ધ્રુવનું તાત્પર્ય અવશ્ય બનનાર, અને અધુવનું તાત્પર્ય કદાચ બનનાર છે. તે સૂ. ૩પ છે
શ્રી નન્દી સૂત્ર
૧૮૧