Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવર્તનતા, (૨) પ્રત્યાવર્તનતા, (૩) અવાય, (૪) બુદ્ધિ, અને (૫) વિજ્ઞાન. આ રીતે પૂર્વેત અવાયજ્ઞાનનું આ સ્વરૂપ છે. શ્રોત્રેન્દ્રિયથી ઉત્પન્નથયેલ ઈહાજ્ઞાન બાદ જે એવું જ્ઞાન થાય છે કે “આ શબ્દ અમુકને છે” તેનું નામ શ્રોત્રેન્દ્રિયજન્ય અવાય છે. જેમ કે આ શંખને જ શબ્દ છે. એજ પ્રકારે બાકીની ઈન્દ્રિયના વિષયમાં ઉત્પન્ન થયેલ ઈહાની પછી જે તે તે વિષયનાં નિશ્ચયનું જ્ઞાન થાય છે, તે જ્ઞાનને તે તે ઇન્દ્રિયજન્ય અવાયજ્ઞાન માનવું. આવર્તનતા આદિ પાંચનામાં જે એકાWતા બતાવેલ છે તે સામાન્ય અવાયની વિવક્ષાથી બતાવાઈ છે એમ સમજવું (૧) જે બોધ પરિણામદ્વારા ઈહાથી નિવૃત્તથઈને જીવ અવાયભાવ તરફ ઝુકાવાતો જાય છે તેનું નામ આવર્તનતા છે. (૨) આ આવર્તનના પ્રતિ જે બોધ વિશેષ થાય છે, અને જે બોધથી જીવ ઉત્તરોત્તર અર્થવિશેષમાં વિવક્ષિત અવાયની બિલકુલ સમીપ આવે છે તેનું નામ પ્રત્યાવર્તનતા છે. (૩) ઈહાથી ફરજઈને જીવનમાટે ને ઈહિત પદાર્થનું જે તદ્દન નિશ્ચિત જ્ઞાન થાય છે તે અવાય છે. (૪) આ અવાય દ્વારા નિશ્ચિતકરાયેલ પદાર્થને જે સ્થિરરૂપે ફરીને સ્પષ્ટતર બે થાય છે તેનું નામ બુદ્ધિ છે. (૫) એ બુદ્ધિની પછી જે એવા જીવને બંધ થાય છે કે જેના આધારે જીવ ધારણાની સમીપ પહોંચી જાય છે-જે ધારણાની ઉત્પત્તિમાં હેતભૂત થાય છે–એ વિશિષ્ટજ્ઞાનનુંનામવિજ્ઞાન છે. આ અવાયનાં સ્વરૂપનું વર્ણન થયું || સૂ. ૩૨ ૫
હવે ધારણાનું સ્વરૂપ બતાવવામાં આવે છે-“શે જિં તં ધારyri૦” ઈત્યાદિ,
ધારણા ભેદ વર્ણનમ્
પ્રશ્ન-પૂર્વ નિદિષ્ટ ધારણાનું શું સ્વરૂપ છે? ઉત્તર-ધારણ નીચે પ્રમાણે છ પ્રકારની બતાવેલ છે-(૧) શ્રોત્રેન્દ્રિયથી થનારી ધારણા, (૨) ચક્ષુ ઇન્દ્રિયથી થનારી ધારણું, (૩) ઘ્રાણેન્દ્રિયથી થનારી ધારણ, (૪) જિહવા ઇન્દ્રિયથી થનારી ધરણ, (૫) સ્પર્શેન્દ્રિયથી થનારી ધારણા, અને (૬) ને ઈન્દ્રિયથી થનારી ધારણા. તે ધારણાના આ પાંચ વિવિધ શૈષવાળાં અને વિવિધ વ્યંજનવાળા એકાર્થક નામ છે-(૧) ધરણા, (૨) ધારણ, (૪) સ્થાપના, (૪) પ્રતિષ્ઠા, તથા (૫) કેષ્ઠ.
- નિર્ણત અને ન ભૂલવે તેનું નામ ધારણા છે. તે જ પ્રકારની છે શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત શબ્દરૂપ પદાર્થમાં જે અવાયજ્ઞાનની પછી તે વિષયની ધારણ થાય છે કે જેથી જીવ તે વિષયને કાલાન્તરે પણ ભૂલ નથી તેને નામ શ્રોત્રેન્દ્રિય ધારણા છે. એ જ પ્રમાણે તે તે ઈન્દ્રિયેના વિષયભૂત પદાર્થોમાં અવાયજ્ઞાનની પછી તે તે વિષયની ધારણા જીવને થાય છે તે ચક્ષુ આદિ
શ્રી નન્દી સૂત્ર
૧૬૮