Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્પર્શ છે કે સર્પના સ્પર્શે છે” એવું અનિશ્ચયાત્મક ઇહાજ્ઞાન પણ હોય છે તે પછી આ અનિશ્ચયાત્મક ઈહાજ્ઞાનમાં સંશયરૂપતા આવવાથી આ ઈહાજ્ઞાન સંશ યરૂપ થઈ ગયું.
ઉત્તર——એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે સંશયજ્ઞાનમાં વસ્તુની સમજણ પડતી નથી તેથી તે અજ્ઞાનસ્વરૂપ મનાંયુ' છે, ઈહા એવી નથી. કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે—અવગ્રહજ્ઞાન પછી સશય થાય છે. એ સંશયને દૂર કરવાને માટે જે પ્રયત્ન થાય છેતે ઇહા છે, જ્યારે ગાઢ અંધકારમાં કઈ વસ્તુના સ્પર્શ થાય છે ત્યારે એવા વિચાર થાય છે કે
66
આ સ્પર્શી કમળનાળના છે કે સાપના છે” આ વિચાર જ સંશય છે. આ સંશયને દૂર કરવાને ઉત્તરકાળમાં જે એવા વિચાર આવે છે કે “ આ સ્પ કમળનાળના હાવા જોઈ એ, કારણ કે જે સાપને સ્પર્શ હાત તે તે એ રિસ્થિતિમાં ફુંફાડા કર્યા વિના ન રહેત. ” મસ એજ વિચરણાને ઇહા કહે છે, એજ વાતને ટીકાકારે અવથાતુન હિર્ગત્રાચાર્ વનું ” ઇત્યાદિ પંક્તિએ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેમના દ્વારા તે મતાવે છે કે અવગ્રહ જ્ઞાનના ઉત્તરકાળમાં અને ‘અવાય'ના પહેલાં સદ્ભૂત અના ઉપાદાનની તરફ ઝુકેલ, અને અસ ્ ભૂત અના પરિત્યાગની તરફ રહેલ આ મતિજ્ઞાનનું વિશેષરૂપ ઈહાજ્ઞાન હોય છે. જેમ કે-કેાઈ વ્યક્તિએ પહેલાં સામાન્યરૂપે શબ્દ સાંભળ્યે, સાંભળતા એવું લાગે છે કે આ શબ્દમાં સામાન્યરીતે મધુરતા આદિ શંખધમ વિદ્યમાન છે, કશતા નિષ્ઠુરતા આદિ ધનુષ-શબ્દના ધર્મ વિદ્યમાન નથી, તેથી તે શંખને અવાજ હાવા જોઈએ. અથવા એક વ્યક્તિને વનમાં સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે સ્થાણુને જોવાથી એવું લાગે છે કે “શું આ સ્થાણુ છે કે પુરુષ છે” આ વિચાર આવતા સ્થાણુના પણ નિર્ણય થતા નથી અને પુરુષને પણ નિષ્ણુય થતા નથી. ખસ એજ સંશય છે, પણ જ્યારે તેના જોવામાં એ આવે છે કે અહીંયા તા લતાએ ચડેલી છે અને પક્ષીઓના માળા પણ છે ત્યારે તે વિચારવા લાગે છે કે આ સ્થાણુ હાવુ જોઇએ કારણ કે તેના ઉપર લતા
શ્રી નન્દી સૂત્ર
૧૪૦