Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળ અન્તમુહુર્ત છે. આ અર્થાવગ્રહ મન અને પાંચ ઈન્દ્રિયથી ઉત્પન્ન થવાને કારણે છ પ્રકારને બતાવ્યું છે. એ વાત પહેલાં વ્યંજનાવગ્રહના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે કે ચહ્યું અને મને અપ્રાપ્યકારી હોવાથી તેમના વડે વ્યંજનાવગ્રહ થતું નથી, એટલે કે તેમનાથી અર્થાવગ્રહ જ થાય છે. સૂત્રમાં “ો ન્દ્રિય શબ્દથી ભાવ મન ગ્રહણ કરેલ છે. મને બે પ્રકારનું બતાવ્યું છે (૧) દ્રવ્ય મન, (૨) ભાવ મન.
ભાવમનના દ્વારા જે અર્થનું ગ્રહણ થાય છે, “જેમાં કન્સેન્દ્રિયના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, તથા ઘટાદિકરૂપ પદાર્થના સ્વરૂપની વિચારણાની જે સમીપ હોય છે, વિશેષને જેમાં કેઈ વિચાર થતું નથી, પણ અનિર્દેશ્ય સામાન્યમાત્રને જ જેમાં બંધ રહ્યા કરે છે તેનું નામ ને ઈન્દ્રિયાર્થાવગ્રહ છે. મન પર્યામિ નામકર્મના ઉદયથી યુકત જીવ મનાપ્રાગ્ય વગણદલિકોને ગ્રહણ કરીને તેમને જે મનરૂપે પરિણાવે છે, તેનું નામ દ્રવ્યમાન છે. તથા દ્રવ્યમનની સહાયતાથી જીવનું જે મનનરૂપ પરિણામ આવે છે, તે ભાવમન છે. તેનું તાત્પર્ય એ છે કે–મને વણાઓનું મનરૂપે પરિણમન થવું તેનું નામ દ્રવ્યમન, તથા તે દ્રવ્યમનની સહાયતાથી જીવને તે તે પદાર્થોને જે વિચાર થયા કરે છે તે ભાવમન છે. અહીં ભાવમન ગ્રહણ કરેલ છે. તેથી દ્રવ્યમનનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે દ્રવ્યમન વિના ભાવમન હોતું નથી ભાવમન વિના દ્રવ્યમન હોઈ શકે છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી જે અર્થને અવગ્રહ થાય છે તે શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ, ચક્ષુઈન્દ્રિયથી જે અર્થને અવગ્રહ થાય છે તે ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ છે, ઈત્યાદિ રીતે બાકીની ઇન્દ્રિયોમાં પણ સમજી લેવું કે સૂ. ૨૯ .
અવગ્રહનામાનિ
સ નં” ઈત્યાદિ–
અવગ્રહના અનેક ઉદાત્ત આદિ ઘોષ તથા અનેકવિધ વ્યંજન-કકાર આદિ. વ્યંજન-વર્ણવાળા એકાWક પાંચ નામ છે. એટલે કે એ પાંચ નામ અવ
શ્રી નન્દી સૂત્ર
૧૫૯