Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એમ કહેવું તે પણ ખરાબર નથી, કારણ કે એ પ્રકારની માન્યતાથી પૃથિવ્યાદ્વિક ચાર પદાર્થોમાં પણ આકાશાશ્રિત હોવાથી ગુણત્વાપત્તિ આવે છે. કાશ સિવાય ખીન્તુ કાઈ એ ભૂતેતના (પદાર્થના) આશ્રય નથી. જો એમ કહેવામાં આવે કે “ પૃથિવ્યાદિકભૂત ગુણરૂપ નથી કે જેને કારણે તેમનામાં આકાશગુણુતા આવી શકે” તે એવું કથન પણ ખરાખર નથી, કારણ કે જ્યારે આપ એમ કહેા છે કે ૮ શબ્દ આકાશને આશ્રિત રહે છે, તેથી તે ગુણુ છે ” તે પછી આ કથન પ્રમાણે પૃથિવ્યાદિક ભૂતામાં તે આશ્રયતા હાવાથી ગુણત્વાપત્તિનું નિવારણ કાણુ કેવી રીતે કરી શકે છે? આ માન્યતાથી તે તેમનામાં શુષુત્વાપત્તિ બળાત્કારે આવી જાય છે,
વળી જો એમ કહેવામાં આવે કે “ સામાન્યરૂપે આશ્રિત થવામાં શુષુત્વાપત્તિ આવતી નથી પણ સમવાયસ બધથી આશ્રિત રહેવામાં ગુણરૂપતા આવે છે. પૃથિવ્યાદિક ભૂત આકાશમાં સમવાય સબંધથી આશ્રિત રહેતા નથી, તેઓ તા ત્યાં સંચાગ સંબધે આશ્રિત રહે છે ” એમ કહેવુ તે આ પ્રશ્નને સ્થાન દેવા માટે ફરજ પાડે છે કે એ સમવાય શી વસ્તુ છે ? શુ' એકત્ર લાલીભાવથી રહેવું એજ સમવાય છે, જેવા ઘટાદિક અને તેના રૂપાદિકામાં છે? તે આ કથનથી તે શબ્દમાં આકાશગુણુતા આવતી નથી, કારણ કે શબ્દ અને આકાશમાં આ પ્રકારના લેાલીભાવરૂપ સમવાય સબંધ નથી. જે પ્રકારે ઘટાદિકમાં હંમેશાં રૂપાદિકને એક માત્ર લાલીભાવ રહ્યા કરે છે, તે પ્રકારે આશમાં શબ્દને હંમેશાં લેાલીભાવ રહી શકતા નથી.
જો એમ કહેવામાં આવે કે “ આકાશમાં શબ્દની પ્રાપ્તિ થાય છે તેથી તે તેના ગુણુ છે’ તે એવી વાત તેા ઉલ્કાદિકમાં પણ થાય છે તેથીતેમનામાં પણ આકાશ ગુણુતા માનવી પડે,
જો તે વિષે એમ કહેવામાં આવે કે “ ઉલ્કાર્દિકાનુ પરમાતઃ સ્થાન તે પૃથ્વી આદિ જ છે, પણુ આકાશમાં તે જે પ્રાપ્ત થાય છે તેનું કારણ પવન દ્વારા તેમનું ત્યાં સંચરણ કરાવવાની ક્રિયા જ છે ” તે પછી એજ રીતે એ પણ માની લેવું જોઈએ કે પરમાતઃ શબ્દનું સ્થાન આકાશ નથી પણ શ્રોત્રાદિક જ છે. પણ આકાશમાં જે તેનુ અવસ્થાન માલમ પડે છે તે પવનના દ્વારા તેનુ ત્યાં સંચરણુ થવાની ક્રિયા છે, જ્યાં જ્યાં પવનના સંચાર થાય છે ત્યાં ત્યાં શબ્દ પણ જાય છે. શબ્દનુ ગમન પવનથી પ્રતિકૂળ હોતું નથી. કહ્યું પણ છેयथा च पूर्यते तूल, माकाशे मातरिश्वना
66
તથા રા—ોજિ જિવાયો, પ્રતીપ જોપિ રાવિત ” ।।!!
અ—જેમ પવન રૂપે ઉડાડીને આકાશમાં ભરીદે છે, તેવી જ રીતે શબ્દને પણ આકાશમાં ભરી દે છે. શું ? પવનની પ્રતિકૂલતામાં કાઈ પણુ માણુસ કાઈના શખ્સને સમજી શકે છે? અર્થાત્ કેઈપણુ સમજી શકતા નથી.
શ્રી નન્દી સૂત્ર
૧૫૭