Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવધિજ્ઞાન ભેદવર્ણનમ્
તે અવધિજ્ઞાન સંક્ષિપ્તમાં છ પ્રકારનું બતાવાયું છે–(૧) આનુગામિક, (૨) અનાનુગામિક, (૩) વર્ધમાનક, (૪) હીયમાનક, (૫) પ્રતિપાતિક અને (૬) અપ્રતિપાતિક. (૧) જે રીતે બીજા ક્ષેત્રમાં જતાં મનુષ્યની સાથે તેની આંખ જાય છે એ જ રીતે જે અવધિજ્ઞાન, અવધિજ્ઞાનીની સાથે બીજી જગ્યાએ જતાં પણ સાથે જ જાય છે તેનું નામ આનુવામિક અવધિજ્ઞાન છે. (૨) સાંકળની સાથે જકડેલા દીવાની જેમ જે અવધિજ્ઞાન પોતાનાં ઉત્પત્તિસ્થાનને છેડી દેવાતાં જીવની સાથે જતું નથી તે અનાનુગામિક છે. (૩) જેમ શુકલપક્ષનું ચન્દ્રમંડળ પ્રતિદિન વધતું જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન ઉત્પત્તિના વખતે અલ્પવિષયક હોવા છતાં પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમે ક્રમે વધારે ને વધારે વિષયક થતું જાય છે તે વર્ધમાનક છે. (૪) જે રીતે કૃષ્ણપક્ષને ચન્દ્રમા દિવસે દિવસે ક્ષય પામતે જાય છે એ જ રીતે જે અવધિજ્ઞાન ઉત્પત્તિને વખતે વધારે વિષયવાળું હોવા છતાં પણ પરિણામશુદ્ધિ ઓછી થવાથી ક્રમે ક્રમે અલ્પવિષયક થતું જાય છે તે હીયમાનક છે. (૫) જે રીતે બળતે દી ફૂંક મારવાથી એલવાઈ જાય છે તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન તદ્દન છૂટી જાય છે તે પ્રતિપાતિક છે. (૬) કેવળજ્ઞાન જ્યાં સુધી આત્મામાં પેદા ન થાય ત્યાં સુધી જે ટકે તે અપ્રતિપાતિક છે.
શંકા--આનુગામિક અને અનાનુગામિક એ બે અવધિજ્ઞાનના જે ભેદ બતાવ્યા છે તેમનામાં જ વર્ધમાનક આદિ અવશિષ્ટ અવધિજ્ઞાનના ભેદને સમાવેશ થઈ જાય છે તે પછી તેમનું જુદું જ નિરૂપણ શા માટે કરાયું છે?
ઉત્તર-–તેમનું જુદું નિરૂપણ કરવાનું કારણ ફકત એક જ છે કે તે બનેથી શેષ (બાકીના) ભેદેનું જ્ઞાન (પરિછેદ) થઈ શકતું નથી. જે આનુગામિક અને અનાનુગામિક એ બેજ અવધિજ્ઞાનના ભેદ કહેવાયા હતા તે વર્ધમાનકાદિક બીજાં ભેદ જાણી શકાતા નહીં. તેથી અલ્પબુદ્ધિવાળાઓને સમજાવવા માટે શાસ્ત્રમાં એ ભેદનું અલગ રૂપથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્ર લા
શ્રી નન્દી સૂત્ર
૪૭