Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા—સામાન્ય રીતે એકરૂપજ્ઞાનમાં પણ દ્રવ્યાક્રિકની અપેક્ષાએ ક્ષયોપશમની વિચિત્રતા સંભવિત હાવાથી અનેક પ્રકારના ઉપયોગ સંભવિત હોય છે. જેમ કે તે જ મન:પર્યં યજ્ઞાનમાં ઋન્નુમતિ અને વિપુલમતિરૂપ ઉપયોગના સંભવ હાય છે, તેથી વિશિષ્ટતર મનેાદ્રબ્યાના આકારાને જાણવાને કારણે સૂત્રકારે સૂત્રમાં “જ્ઞાનાતિ આ ક્રિયા રાખી છે. એમ કહેવાનુ તાત્પ એજ છે કે મન:પર્યં યજ્ઞાની સામાન્યરૂપથી મનેાદ્રવ્યાના આકારાના પરિચ્છેદ જ્યારે કરે છે ત્યારે તે અપેક્ષાએ “તે તેમને જીવે છે” એમ કહેવાય છે, અને જ્યારે એજ મનેાદ્રવ્યેના આકારાનુ વિશેષરૂપથી પરિચ્છેદ કરે છે ત્યારે તે અપેક્ષા એ “ તે તેમને જાણે છે” એવુ કહેવાય છે. આ રીતે એક જ જ્ઞાનમાં દ્રશ્યાદિકની અપેક્ષાએ ક્ષયેાપશ્ચમની વિવિધતા હૈાવાથી ઉપયોગની વિવિધતાના સ'ભવ છે.
'
ܕܕ
જો કે સામાન્યરૂપથી તે તે કર્મના ક્ષયાપશમ પોત-પોતાના જ્ઞાનાદિકપ કાર્યોની પ્રગટતામાં વિવિધરૂપ નહાતાં એકરૂપ હાય છે તે પણુ વચ્ચે દ્રવ્યાર્દિકાની અપેક્ષાએ ક્ષયાપશમમાં વિચિત્રતા આવી જાય છે, તેથી વિવિધ ઉપચાગની પણ સંભાવના રહે છે. આ રીતે વિશિષ્ટતર મનદ્રવ્યના આકાશના પરિચ્છેદની અપેક્ષાએ સામાન્યરૂપ મનાદ્રયૈાના આકારાના પરિચ્છેદને વ્યવહારની અપેક્ષાએ “ જુવે છે” એમ કહેલ છે. પરમાની અપેક્ષાએ તે તે સામાન્યાકારનું પરિચ્છેદક્ષ ઋજુમતિજ્ઞાન પણ જ્ઞાન જ છે. તેનું તાત્પ ફકત એટલું જ છે કે જ્યારે ઋજુમતિ સામાન્યગ્રાહી છે તેા પછી તે `નરૂપ જ થયું, તેને જ્ઞાન કેમ કહ્યું ?. તો આ શંકાનું સમાધાન એ છે કે તે ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે ખરાખર છે પણ તેનું તાત્પર્ય એવું નથી કે તે વિશેષગ્રાહી નથી, ફકત સામાન્યગ્રાહી જ છે. એના આશય ક્ત એટલા જ છે કે તે ઋજુમતિ વિશેષાને અવશ્ય જાણે છે પણ વિપુલમતિ જેટલાં વિશેષાને જાણે છે તેટલાં વિશેષોને ઋનુમતિ જાણતું નથી. એજ વાત ટીકાકારે 66 यतः सामान्यरूपमपि મનોદ્રવ્યાાર' પ્રતિનિયસમેન પતિ” આ પંકિત દ્વારા સ્પષ્ટ કરી છે. જ્યાં પ્રતિનિયતનું ગ્રહણુ છે એજ જ્ઞાન છે, દશન નથી. તેથી સૂત્રમાં પણ દર્શને
શ્રી નન્દી સૂત્ર
૮૬