Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિકલતા હોવા છતાં પણ તેમનામાં સૂક્ષમ ઋતજ્ઞાનને સદભાવ સિદ્ધ થાય છે. જે એમ ન હોય તે તેમનામાં આહાર આદિ સંજ્ઞાઓ સંભવે જ નહીં. કહ્યું પણ છે
"जह सुहुमं भावेदिय, नाणं दव् दियावरोहे वि ।
ત૬ સુમારે, મવમુથું પચિવાણું ” | ? .
અર્થાત–જેમ દ્રન્દ્રિયના સ્વભાવમાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયજ્ઞાન હોય છે તેમજ પૃથ્વી આદિ જમાં પણ દ્રવ્યકૃતના અભાવમાં ભાવકૃત હોય છે (૧).
તેથી પૂર્વોક્ત જ મૃતનું લક્ષણ સમીચીન છે, તેથી જુદું કૃતનું લક્ષણ સમીચીન નથી.
આ પ્રમાણે લક્ષણના ભેદથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનમાં ભેદને સિદ્ધ કરીને હવે સૂત્રકાર બીજા પ્રકારે એ બન્નેના ભેદનું પ્રતિપાદન કરે છે-“મપુes जेण सुर्य, न मई सुयपुब्विया" (मतिपूर्व येन श्रुत, न मतिः श्रुतपूर्विका) અહીં પૂર્વ શબ્દને અથ કારણુપરક છે. “g પાણ-પૂળો “ ધાતુથી ઔદિક વFપ્રત્યય આવતા પૂર્વ શબ્દ બન્યો છે. જેનું કારણ મતિજ્ઞાન છે, એવું શ્રતજ્ઞાન, મતિજ્ઞાન દ્વારા પૂરૂં કરાય છે એટલે કે પ્રાપ્ત કરાય છે, અથવા પાલન કરાય છે. તેનું તાત્પર્ય એ છે કે મતિજ્ઞાનના અભાવે કૃતજ્ઞાન નાશ પામે છે. મતિજ્ઞાનના અભાવે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. જે રીતે આ નિયમ છે તે રીતે એ નિયમ નથી કે શ્રુતજ્ઞાનપૂર્વક મતિજ્ઞાન હોય છે. તેથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે ઘણે મેટો તફાવત છે. તેના
શ્રતજ્ઞાનને જે મતિજ્ઞાનકારણવાળું માનેલું છે તેનું કારણ એ છે કે મતિજ્ઞાનની ઉત્કર્ષતા અને અપકર્ષતાથી શ્રુતજ્ઞાનમાં ઉત્કર્ષતા અને અપકર્ષતા આવે છે. જેવી રીતે કારણભૂત માટીના પિંડની ઉત્કર્ષતા અને અપકર્ષતાથી કાર્યરૂપ ઘડામાં ઉત્કર્ષતા અને અપકર્ષતા આવે છે તેવી રીતે મતિજ્ઞાનની
શ્રી નન્દી સૂત્ર
૧૨૫