Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થયેલ મતિને નિયિકીમાં સમાવેશ થઈ જાય છે ૩. ઘણું લાંબા કાળ સુધી પૂર્વાપર અર્થના વિચારથી જનિત આત્મધર્મવિશેષ જે મતિની ઉત્પત્તિમાં કારણભૂત હોય છે તે પરિણામિકી મતિ છે. આ પરિમિકી મતિ અનુમાન, કારણ માત્ર અને દૃષ્ટાન્તથી સાધ્યને સિદ્ધ કરનારી હોય છે, અને જેમ જેમ અવસ્થા વીતતી જાય છે તેમ તેમ પુષ્ટ થતી તે સ્વર્ગ અને મેક્ષ ફળને દેનારી છે ૪. આ પ્રકારે આ ચાર પ્રકારની મતિ તીર્થકર, ગણધરએ કહેલ છે. કારણ કે જેટલું અદ્ભુત નિશ્રિત મતિજ્ઞાન છે તે બધું આ ચાર મતિઓમાં જ સમાવેશ પામી જાય છે. ગા. ૧ છે
ઔત્પત્તિકબૂલેક્ષણમ્
હવે ઓત્પત્તિકી મતિનું શું લક્ષણ છે તે સૂત્રકાર નીચેની ગાથા દ્વારા બતાવે છે.–“પુત્રમäિ ” ઈત્યાદિ.
જે પદાર્થ પહેલાં કદી જોયે ન હોય, બીજા કેઈની પાસેથી સાંભળે પણ ન હય, અને મનથી જેની કલ્પના પણ કરી ન હોય, એવા પદાર્થને એજ સમયે યથાવસ્થિત રૂપે જેના દ્વારા નિશ્ચય થઈ જાય એ મતિનું નામ ઓત્પત્તિકી મતિ છે. તેનું તાત્પર્ય એ છે કે આ મતિને વિષય અબાધિત હોય છે. એટલે કે બુદ્ધિ સમસ્ત વિષયોને નિઃસંદેહ રૂપે સ્પષ્ટ કરે છે. એ ગા. ૨
ઔત્પત્તિક્યાબુદ્ધ રૂદાહરણાનિ
તેનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે-“મેરરિસ્ટ ૨” ઈત્યાદિ એ બાર ઉદાહરણને સ્પષ્ટ રીતે ખુલાસે ટીકાને અંતે છે. જે ગા. ૩
વાચનાતરથી પણ ઔત્પત્તિકી મતિના સત્તાવીસ ઉદાહરણ નીચે મુજબ છે-“ માળિય ૨” ઈત્યાદિ.
એ સત્તાવીશ ઉદાહરણને ખુલાસે પણ ટીકાને અંતે છે કે ગા. ૪ ૫ છે હવે વિનયિકી મતિનું લક્ષણ કહે છે–“નિથાળનમસ્થા” ઈત્યાદિ,
શ્રી નન્દી સૂત્ર
૧૩૫