Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી તેમનામાં શ્રુતની સ ંભાવના કેવી રીતે હાઈ શકે ? જો એમ કહેા કે શાસ્ત્રમાં તે તેમના પણ શ્રુતના સદ્ભાવ ખતાન્યે છે તેથી અમે એમ કહીએ છીએ તા પછી એ પ્રકારની માન્યતામાં આ પૂર્વ કથિત શ્રુતનું લક્ષણુ ખનતું નથી.
,,
ઉત્તર—એમ કહેવુ તે ખરાખર નથી. કારણ કે એકેન્દ્રિય જીવાને આહાર આદિ ચાર સ'જ્ઞા છે, એ વાત સૂત્રમાં અનેકવાર બતાવવામાં આવેલ છે. જે સંજ્ઞા છે એજ અભિલાષા છે. કહ્યુ` પણ છે—ત્રા સંજ્ઞા બાાામિજારઃ દેવનીયપ્રમયઃ રવજી બાત્મનિાવિશેષઃ ” આહાર સંજ્ઞાનુ તાત્પ છે આહારની અભિલાષા, તે જીવાને ક્ષુધાવેદનીયના ઉદયથી થાય છે. આ આત્માનુ એક પરિણામવિશેષ છે, “ મારે માટે આ પ્રકારની વસ્તુ પુષ્ટિકારક છે, તે વસ્તુ જો મને મળી જાય તે સારું. આ પ્રમાણે પેાતાની પુષ્ટિને નિમિત્ત બનાવીને જે શબ્દ અને તેના અર્થના ઉલ્લેખથી અનુવિદ્ધ પ્રતિનિયત વસ્તુની પ્રાપ્તિના જે પ્રયત્ન થાય છે એજ અભિલાષા છે, અને એ અભિલાષા જ શ્રુત છે. આ શ્રુતમાં શબ્દ અને તેના અર્થની પર્યાલાચનાત્મકતા એજ છે કે તેનાં ચિત્તમાં જે આંતરધ્વનિ નીકળી રહ્યો છે કે “ મને આ વસ્તુ પુષ્ટિકારક થશે. અને તે જો મને મળી જાય તે સારુ ” તે શબ્દ સ્વરૂપ છે. અને આ ધ્વનિના જે વિવક્ષિત અભિલષિત અર્થ છે તે તેના વાચ્ય છે. એજ શ્રુતનું લક્ષણ છે. કહ્યુ પણ છે— ફૈવિય-મળો-નિમિત્તે, મૈં વિન્નાળ મુળવારે ળ । નિયયસ્થો-ત્તિ સમર્થ, તે માવજીરું મહેસેસ || ||’
tr
શ્રુતના પ્રમાણે શબ્દ અને અર્થની પર્યાલેચના પ્રમાણે એટલે કે શબ્દ અને અર્થના વાચ્ય, વાચક સંધ છે. “આ શબ્દના આ અર્થ છે” આ પ્રકારે વામ્ય-વાચક–ભાવપૂર્વક શબ્દસંસૃષ્ટ અર્થના જ્ઞાન પ્રમાણે જે કેવળ એકેન્દ્રિય જીવામાં અવ્યક્ત છે, ઇન્દ્રિય અને મન દ્વારા જે પેાતાના અંનુ કથન કરવાને સમથ જ્ઞાન હોય છે તે ભાવશ્રુત છે. તે સિવાયનુ મતિજ્ઞાન છે.
તથા એકેન્દ્રિય જીવાનુ` શ્રુતજ્ઞાન અનિચનીચ પણ નથી, કારણ કે તે એ જ પ્રકારના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલ મનાયું છે. અન્યથાજો ત્યાં શ્રુતજ્ઞાનના સદ્ભાવ મનાય નહી' તા તેમનામાં આહારદિ સંજ્ઞાઓ ઉત્પન્ન થઈ શકે નહીં.
જો એમ કહેવામાં આવે કે- શ્રુતલક્ષણ એવું માનવામાં આવે તે જે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા અને ભાષાલબ્ધિવાળા પ્રાણી છે તેમને શ્રુતની ઉત્પત્તિ થશે, તેમનાથી ભિન્ન એકેન્દ્રિય જીવને નહીં... ” તો એવું કથન પણ વિચાર્યું વિના કરાયું છે, કારણ કે આ કથનથી એમજ લાગે છે કે કહેનારને પ્રવચનના અનુ` સમ્યક્ પરિજ્ઞાન નથી. અકુલ આદિ વૃક્ષોમાં સ્પન ઈન્દ્રિય સિવાયની ખીજી દ્રવ્યેન્દ્રિયલબ્ધિના એ કે અભાવ છે તે પણ તેમનામાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયપંચકરૂપ વિજ્ઞાન માનવામાં આવ્યું છે. તે કારણે ભાષા અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિની
શ્રી નન્દી સૂત્ર
૧૨૪