Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અભિધાયિકા-કથન કરનારી–ભગવાન દ્વારા ઉચ્ચારવામાં આવેલ તે શબ્દરાશિ છે. તે શબ્દરાશિ ભગવાનને વાગ હોય છે, શ્રુતજ્ઞાન નહીં. આ વાગ્યેગનું કારણ ભાષાપર્યાપ્ત આદિ નામ-કર્મને ઉદય છે. આ વાગ્યેગ તે કારણે ભાવકૃતરૂ૫ નથી મનાતે કે ભાવથુત ક્ષાપશમિક હોય છે. દ્રવ્યતને તેમાં વહેવાર તે કારણે કરાય છે કે તે શ્રોતાઓના ભાવકૃતનું કારણ હોય છે, તેથી ભાવકૃતનું કારણ હોવાથી તેમાં દ્રવ્યકૃતતા છે. આ કેવળજ્ઞાનનું વર્ણન થયું. આ રીતે અહીં સુધી અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, અને કેવળજ્ઞાન નેઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન થયું. એ ત્રણેજ્ઞાન જ પ્રત્યક્ષજ્ઞાન છે. તેથી પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન પૂરું થયું છે. સૂ ૨૩ . હવે પરોક્ષ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે-“તે
સિંદ્ધાળં?ત્યાદિ.
પરોક્ષજ્ઞાનવર્ણન, પરોક્ષજ્ઞાન ભેદસ્યોન્યોન્યાનુગતપિ પાર્થક્યન પ્રતિપાદન, શ્રુતજ્ઞાનસ્ય મતિજ્ઞાન પૂર્વકત્વવર્ણનમ્,
મતિજ્ઞાનસ્યશ્રુતજ્ઞાનપૂર્વકત્વ નિરસન ચ
શિષ્ય પૂછે છે –હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ પક્ષ જ્ઞાનનું કેવું સ્વરૂપ છે ?
ઉત્તર-પક્ષજ્ઞાન બે પ્રકારનું બતાવ્યું છે, તે બે પ્રકાર આ પ્રમાણે છેઆભિનિબધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્માથી ભિન્ન દ્રવ્યઈન્દ્રિય અને મનથી જીવને જે જ્ઞાન થાય છે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. જીવથી ઈન્દ્રિયો અને મન તે કારણે ભિન્ન માનવામાં આવેલ છે કે જીવ અરૂપી છે, તથા દ્રવ્ય ઈન્દ્રિ
શ્રી નન્દી સૂત્ર
૧૨૧